તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
ગુજરાત માટે ગૌરવ: ખાવડામાં ૬૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ પૂર્ણ, જીઆઈપીસીએલ દ્વારા અંતિમ તબક્કો કાર્યરત
કચ્છના ખાવડામાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં વધુ એક સિદ્ધિ નોંધાઈ

ગાંધીનગર/કચ્છ: ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જીઆઈપીસીએલ) એ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ૬૦૦ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને તેનો અંતિમ તબક્કો પણ શરૂ કરી દીધો છે.
ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશમાં નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે કચ્છના ખાવડામાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જીઆઈપીસીએલ) એ જાહેરાત કરી છે કે તેમણે ખાવડામાં નિર્ધારિત ૬૦૦ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે.
કંપનીએ આ પ્રોજેક્ટનો અંતિમ તબક્કો પણ કમિશન કરી દીધો છે, એટલે કે હવે આ પ્લાન્ટ પૂરી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં મોટો વધારો થયો છે.
ખાવડા પાર્ક ભારતને ગ્રીન એનર્જી હબ બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં ક્લીન એનર્જીનો વ્યાપ વધશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
