News of Saturday, 27th December 2025
રાજપીપળામાં કેટલાક ગ્રાહકો મીટરોમાં છેડછાડ કરી ઓછા લાઈટ બિલ મેળવી છેતરપિંડી કરતાં હોવાની બુમ
કેટલાક ગ્રાહકો એસી, હીટર, કૂલર જેવા ભારે સાધનો વાપરતા હોવા છતાં સામાન્ય ગ્રાહકો કરતા અડધા બિલ આવવાનું શું કારણ હોઈ શકે: વિજિલન્સ ટીમ સ્થાનિક કચેરીમાં પણ જાણ કર્યા વિના આકસ્મિક રાત્રિ ચેકીંગ કરે તો ઘણા વીજ કનેક્શનમાં છેડછાડ થયેલી પકડાય તેવી શક્યતાઓ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: સમગ્ર રાજ્યની સાથે સાથે રાજપીપળા શહેરમાં પણ વીજ કંપનીની કામગીરી પર સવાલો ઉઠે છે જેમાં ખાસ કરીને નિયમ મુજબ દર મહિને ગ્રાહકોના લાઈટ બિલ ફાડવાનાં હોય છે છતાં અઢી ત્રણ મહિને બિલો આપતા ગ્રાહકોના યુનિટ વધી જતાં વીજ કંપનીના યુનિટ દીઠ બનેલા કોષ્ટક મુજબ ગ્રાહકોએ વધુ રૂપિયા ભરવાં પડે છે આમ ગ્રાહકે બમણા રૂપિયા ચુકવવા પડતા હોવાની વર્ષોથી બૂમ ઉઠતી હોવા છતાં આ સ્થિતિ બદલાઈ નથી જેમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક ફટકો પડે છે જ્યારે એસી સહિતનાં ભારે ઇલેક્ટ્રિક ઉપકરણો વાપરતા માલેતુજારો પૈકી કેટલાય આવા ગ્રાહકોનાં ઘરે કોઈ સેટિંગ હોય કે ગમે તે કરામત હોય ભારે ઉપકરણો વાપરવા છતાં લાઇટબીલ આમ ગ્રાહક કરતા અડધું આવતું હોવાની બૂમ સંભળાઈ છે તો માલેતુજાર ગ્રાહકો પર કોના આશીર્વાદ..? બહારથી આવતા ચેકીંગમાં પણ આવા ગ્રાહકો કેમ પકડાતા નથી..? રાજપીપળાનાં લગભગ દરેક વિસ્તારોમાં આવા સેટિંગ કરતા ગ્રાહકો ઘણા હશે તેમ છતાં વીજ કંપનીની બહારથી ચેકીંગ માં આવતી ટીમ નાં હાથે કેમ ઝડપાતા નથી..? તેવા સવાલો પ્રજામાં ચર્ચામાં છે માટે વિજિલન્સ ટીમ આ મુદ્દે ઝીણવટભરી તપાસ કરી સ્થાનિક કચેરીમાં પણ જાણ કર્યા વિના આકસ્મિક રાત્રિ ચેકીંગ કરે તો ઘણા વીજ કનેક્શનમાં અમુક જ બિલ આવે તેવા સેટિંગ પકડાય તેવી શક્યતાઓ છે
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
