<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

૧૧ મહિના બાદ કાયદો બતાવી...નિયમ બતાવાયો...: રાજપીપળા સિટી સિવિક સેન્ટરના બે કર્મચારીઓને છૂટા કરવાની વાતે અસંતોષ

નિયમ મુજબ દરેક કર્મચારી ગ્રેજ્યુએટ હોવા જોઈએ પરંતુ કેટલાક કર્મચારીને જ્યારે બાયોડેટા જોઈ કામ પર રાખ્યા ત્યારે એજન્સી વાળાએ 12 પાસ ચાલસે તેમ કબૂલ્યું હતું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં મોટાભાગની એજન્સીઓ દ્વારા લાલીયાવાડી ચાલે છે જેમાં કેટલીક એજન્સીઓ દ્વારા નિયમિત પગાર ચૂકવતો નથી તેવી બુમ ઉઠે છે જ્યારે સરકારી ધારાધોરણ મુજબ પગાર નહીં આપી કમિશન કાઢી ઓછો પગાર અપાતો હોવાની પણ બુમ સંભળાઈ છે. હાલમા જાણવા મળ્યા મુજબ રાજપીપળા કોલેજ સામે આવેલ પંચવટી સોસાયટીમાં એક વર્ષ થી કાર્યરત સિટી સિવિક સેન્ટરમાં સાત જેવા કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં નિયમ મુજબ દરેક કર્મચારી ગ્રેજ્યુએટ હોવા જોઈએ પરંતુ બે કર્મચારીઓ 12 પાસ છે અને આ બાબતની ચોખવટ જે તે સમયે એજન્સીને કરી ત્યારે એજન્સી વાળા એ 12 પાસ ચાલશે તેમ સ્વીકારી બંને કર્મચારીઓ ને ફરજ લીધા હતા અને હાલમાં એક વર્ષ પૂરું થવાની તૈયારી વખતે આ બે કર્મચારીઓને ગ્રેજ્યુટ નથી માટે છૂટા કરવાની વાત જણાવતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. પાલીકા હસ્તક ચાલતી આ કામગીરીમા પાલિકા હોદ્દેદારો દરમિયાનગીરી કરી આ બે કર્મચારીઓ માટે ઘટતું કરશે...?

(11:13 PM IST)