<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પોલીસની મહેબાની કે અંગત લાભ, હરસિધ્ધિ મંદિર પાસે મોટી દુર્ઘટના થતાં અટકી

રાજપીપળા હરસિદ્ધિ મંદિર તરફ ભારે વાહનો બેરોકટોક છરકતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ: શું ભારે વાહનો માટે પ્રવેશબંધી નથી ? અકસ્માતનો ભય

( ભરત શાહદ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં કાળા ઘોડાથી વડિયા જકાતનાકા સુધીના માર્ગ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી હોવા છતાં બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે ત્યારે એ કોની મહેરબાની..?

    મળતી માહિતી મુજબ રાજપીપળા હરસિદ્ધિ મંદિર પાસે હાલમાં એક મોટી ટ્રક પ્રવેશબંધી હોવા છતાં ત્યાંથી પસાર થતી જોવા મળી જેમા આ ટ્રક ત્યાંના એક કેબિનમાં ઘૂસતી બાલ બાલ બચી ગઈ હતી જો આ ટ્રક કેબિનને અડતી તો મોટી દુર્ઘટના બની હોત, ત્યારે આ માર્ગ ઉપર પ્રવેશબંધી હોવા છતાં મોટા વાહનો આ માર્ગ ઉપર થી કઇ રીતે પસાર થાય છે..? જાણવા મળ્યા મુજબ મોટા અને ભારે વાહનો પ્રવેશબંધી વાળા માર્ગ ના બદલે અન્ય માર્ગ ઉપર થી મંજૂરી મળી હોય એ ફેરો લાંબો પડતા વાહન ચાલકો ત્યાં ઊભા રહી અટકાવતા પોલીસ કર્મીઓને અંગત ફાયદો કરાવતાં હશે માટે ભારે વાહનો પ્રવેશબંધી હોવા છતાં આ માર્ગો પર ઘૂસી આગળ વધે છે પરંતુ આમાં અકસ્માત નું મોટું જોખમ છે. ગઈકાલે જ લક્ષમ હોન્ડાના શોરૂમ આગળ એક હાઈવા ટ્રક સાથે બાઇક ભટકાતા નિકોલી ગામના એક આધેડનું મોત થયું હતું તો આ કોની મહેરબાની..? 
જોકે લાંબા સમય થી સાંભળતી વાત મુજબ પોઇચા પુલ હોય કે ગમે તે પ્રવેશબંધી વાળા માર્ગ હોય ત્યાં બંને તરફ પોલીસ તૈનાત હોય છે તેમ છતાં ભારે વાહનો અંદર પ્રવેશ કરે એ પોલીસ ની મહેરબાની કહી શકાય કેમ કે લાંબો ફેરો ના ફેરવો પડે એ માટે વાહન ચાલકો.તૈનાત પોલીસ કર્મીઓ ને રોકડી કરાવી પ્રવેશબંધી માં ઘૂસી જતા હોય છે, ત્યારે મામૂલી રકમ માટે લોકો ના જીવ જોખમ માં મુકાઈ છે એ કેટલું યોગ્ય...? લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં લઈ લોકો ના જીવ સાથે રમત રમતા પોલીસ કર્મીઓ સામે પગલા લે એ જરૂરી છે.



 

(11:16 PM IST)