<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ઘસારો : રવિવારની રજાઓમાં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા

અમદાવાદ :ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરિટ બન્યો છે. જેમાં ખાસ કરીને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

રવિવારની રજાઓમાં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં 3થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આગામી 31 ઓક્ટોબર સુધીમાં 8 લાખ પ્રવાસીઓ આવે એવી શક્યતાને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ અને સુરક્ષાની સુવિધાઓ SOU તંત્ર દ્વારા કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરશે. એટલે SOU સત્તામંડળ અને હોટલો, ટેન્ટ સિટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અત્યારથી જ અહીં તમામ બુકિંગ ફૂલ થઈ ગયું છે. નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે.

 

(7:13 PM IST)