તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 28th December 2025
મહીસાગરના કડાણા વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર પાડોશી આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ: ચકચાર
માતાની દવા લેવાના બહાને સગીરાને ખેતર તરફ લઈ ગયો: સગીરાની બૂમાબૂમ સાંભળી નજીકના ગ્રામજનો દોડી આવ્યા: આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો

મહીસાગર જિલ્લાના કડાણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષની સગીરા પર પાડોશી આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી આધેડે માતાની દવા લેવાના બહાને સગીરાને ખેતર તરફ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકીને બચકાં અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સગીરાની બૂમાબૂમ સાંભળી નજીકના ગ્રામજનો દોડી આવ્યા, જેને જોઈ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો.
ઘટનામાં સગીરાને ગંભીર શારીરિક તેમજ માનસિક આઘાત લાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેની સારવાર ચાલુ છે. આ શરમનાક ઘટનાને પગલે ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગ્રામજનો આરોપીને ઝડપી કડક અને કાયદેસરની સજા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કડાણા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
