તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
વિસાવદરમાં ‘‘આપ''નાં જિલ્લા પ્રમુખ સહિત ત્રણ સામે એટ્રોસીટી-છેડતી જેવી ગંભીર ફરિયાદ દાખલ થતાં રાજકીય ધમાસાણ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વાજતે ગાજતે હારતોરા પહેરાવી હરેશ સાવલિયા સહિત ત્રણેય આગેવાનોને લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યાઃ મહિલા પોલીસ અધિકારી અને ઈટાલીયા વચ્ચે શાબ્દિક ટપાટપી.. અને આખરે ઈટાલીયા પગે પડી ગયા..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે દાદાગીરી કરી મજૂર પર હુમલો કર્યાના આરોપસરની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી અને છેડતી જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માંડાવડ ખાતે મગફ્ળી ખરીદ કેન્દ્ર નંબર-૩ પર ટેકાના ભાવે મગફ્ળી ખરીદીની ્વક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જૂનાગઢ જિલ્લા આપનાં પ્રમુખ હરેશ સાવલિયા તેમના અન્ય સાથીદારો સાથે ત્યાં પહોંચ્યા હતા. મગફ્ળી તોળવા જેવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા હરેશભાઇ સાવલિયા, ભદ્રેશભાઈ અને રવિભાઈ ડોબરીયાએ ત્યાં કામ કરતા મજૂર સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. આરોપીઓએ મજૂરને તેની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કરી મજૂરની પત્ની સાથે પણ અસભ્ય વર્તન કરી છેડતી કર્યાના ગંભીર આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. ભોગ બનનાર શ્રમિકે આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આ કેસની તપાસ તાત્કાલિક અસરથી જૂનાગઢ SC/ST સેલના ડીવાયએસપી રને સોપાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ફરિયાદના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ સાચી ફરિયાદ લઈને આવ્યા છે પરંતુ પોલીસ તે સાંભળતી નથી.
બહાર આવેલી વિગતો અનુસાર જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) દ્વારા આરોપીઓને ગ્ફલ્લ્ની કલમ-૩૫(૩) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૭૫(૨), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩૩), ૫૪ અને એટ્રોસિટી એક્ટની કલમ-૩(૧)(આર) (એસ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
દરમિયાન આ પ્રકરણમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા બે હાથ જોડી મહિલા મહિલા પોલીસ અધિકારીના પગે પડી ગયાનો વિડિયો વાયરલ થયો છે. જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઇ સાવલિયા સામે હુમલા અને એટ્રોસિટીની ફરિયાદ બાદ પોલીસ સ્ટેશને અનોખા દ્રશ્યો સર્જાયા હતા.
વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતા ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરાતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ત્રણેય નેતાઓને હારતોરિ કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા પીઆઈ અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઈટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા.
પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું છે કે વિસાવદરના માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આપના જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો સામે એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ વિસાવદરમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા.જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ્વકારનું શક્તિપ્રદર્શને રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચા જગાવી છે.
વિસાવદર મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલી બબાલ અને શ્નઆપઙ્ખના નેતાઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ટેકાના ભાવે ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી વિરુદ્ધ રજૂઆત કરનારાઓને જેલમાં ધકેલવા માટે એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગોપાલ ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં જે પણ ખેડૂતો કે અન્યાય વિરુદ્ધ લડે છે, તેને ભાજપના એજન્ટો પોલીસ સાથે મળીને ફસાવી દે છે. એટ્રોસિટીનો કાયદો રક્ષણ માટે છે, પરંતુ અહીં તેને હથિયાર બનાવી રાજકીય બદલો લેવામાં આવી રહ્યો છે. હરેશ સાવલિયા અને અન્ય કાર્યકરો વાજતે-ગાજતે પોલીસ સ્ટેશને હાજર થઈ પોતાની ધરપકડ વહોરવા તૈયાર છે, કારણ કે તેઓ સત્ય માટે લડી રહ્યા છે. ઇટાલિયાએ પોલીસ અધિકારીઓને પણ પોતાનો આત્મા જગાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સત્તાના દબાણમાં આવીને નિર્દોષોને ફસાવવાનું બંધ કરવામાં આવે તેમ ઈટાલીયાએ જણાવ્યું હતું.
દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે કે વિસાવદર તાલુકાના ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ધમકાવીને પૈસા પડાવવામાં આવતા હોવાની આમ આદમી પાર્ટીને ફરિયાદ મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ટેકાના કેન્દ્ર પર જઈને દાદાગીરી કરનાર લોકો સામે વિરોધ કરતા હોવાથી આજરોજ તેમની સામે છેડતી અને એટ્રોસિટી જેવા ગંભીર આરોપો લગાડવામાં આવતા આજરોજ શ્રી હરેશભાઈ સાવલિયા, શ્રી રવિભાઈ ડોબરીયા, શ્રી ભદ્રેશ બાબરીયા સહિતના આગેવાનોને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
