તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 29th December 2025
કામા અશ્ચ શોમાં ઍન્ડુરન્સ સ્પર્ધામાં ગોંડલની ‘હોથલ’ પ્રથમઃ અસવાર રવિરાજસિંહ જાડેજા વિજેતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૯:.. વાંકાનેર ખાતે તા.૨૬ થી તા.૨૮ દરમ્યાન વાંકાનેર રાજવી સ્વ.દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં યોજાયેલ ૧૭ મો કામા અડ્ઢ શો માં ૨૦ કિ.મી.ની ઍન્ડુરન્સ સ્પર્ધામાં ગોંડલ નાં રવિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ની ઘોડી હોથલે ઉતમ પર્ફોમન્સ દાખવી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.સ્પર્ધા માં કુલ ૨૫ અડ્ઢો ઍ ભાગ લીધો હતો.જેમા હોથલ ઘોડી અને તેના અસવાર રવિરાજસિંહ જાડેજા વિજેતા બનતા શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરાયું હતું. ઍન્ડુરન્સ સ્પર્ધા દરમ્યાન સવારનો તાલમેલ, ઘોડીની ફિટનેસ, હાર્ટબીટ તથા ડીહાઇડ્રેશન ચેક થતા હોય છે.સ્પર્ધામાં અસવાર રવિરાજસિંહ તથા હોથલ સંપુર્ણ ઉતર્ણીય બન્યા હતા. રવિરાજસિંહ જાડેજા અગાઉ ૨૦૨૪ માં રાજકોટ ખાતે હાલાર સ્ટડફાર્મ આયોજીત યોજાયેલી અડ્ઢ સ્પર્ધા માં પણ વિજેતા રહી ચુક્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
