તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
ગુજરાતમાં વાઘની વસ્તી વધારવા માદા વાઘને લાવવા પ્રયત્નો : અર્જુનભાઇ મોઢવાડીયા
અભ્યાસ બાદ પ્રાથમીક રિપોર્ટમાં રતનમહાલ વન્ય જીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટીઃ દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯ : ગુજરાતમાં વાઘની વસ્તીમાં વધારો થાય તે માટે માદા વાઘને લાવવા માટે તથા ભવિષ્યમાં રતનમહાલ અભ્યારણ ‘ટાઇગર રિઝર્વ' જાહેર થાય તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.
ગુજરાતના વન્યજીવન ઈતિહાસના મહત્વપૂર્ણ સમાચાર આપણી સામે આવ્યા છે. ગુજરાતના રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરી નોંધાયા બાદ નેશનલ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી રાજ્યમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભીક રિપોર્ટમાં ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તીમાં ગુજરાતમાં ઉપસ્થિત વાઘનો સમાવેશ કર્યો છે. જેની પ્રતિક્રિયામાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ અંગે હજી સુધી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરફથી ગુજરાત સરકારના વન વિભાગને કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ ગુજરાતમાં અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવેલ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રતનમહાલ વન્યજીવ અભ્યારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે, જે પ્રત્યેક ગુજરાતી માટે ગર્વની વાત છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂપ્ત થઈ ગઈ. રાજ્યમાં છેલ્લે વર્ષ ૧૯૮૯ માં વાઘની વસ્તી ગણતરી થઈ હતી, ત્યારે અધિકારીઓને વાઘના પંજાના નિશાન તો મળ્યા હતા, પરંતુ વાઘ કયાંય જોવા મળ્યો ન હતો. જે બાદ વર્ષ ૧૯૯૨ માં વાઘની વસ્તી ગણતરીમાંથી ગુજરાતની બાદબાકી કરવામાં આવી હતી અને રાજ્યએ ટાઈગર સ્ટેટનો દરજ્જો ગુમાવ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯ વાઘ જોવા મળતા આશાની કિરણ જાગી હતી, પરંતુ તે દુર્ભાગ્યથી તે વાઘ માત્ર ૧૫ દિવસ સુધી જ જીવીત રહી શકયો હતો. આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે, સૌ પ્રથમ તા. ૨૨/૦૨/૨૦૨૫ ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો. તા.૨૩/૦૨/૨૦૨૫ ની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને રાત્રિના આશરે ૨.૪૦ વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવેલ હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
