<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સૌરાષ્‍ટ્રને પ્રથમવાર મળ્‍યુ પ્રદેશ ભાજપ સહકોષાધ્‍યક્ષ પદઃ મોહનભાઇની વરણી

જીવનના અમૃત વર્ષમાં અદકેરી ભેટ

રાજકોટ તા. ર૯: ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી જગદીશ વિશ્‍વકર્માએ નવું સંગઠન માળખુ જાહેર કર્યું તેમાં કોષાધ્‍યક્ષ તરીકે પરિન્‍દુ ભગત અને સહકોષાધ્‍યક્ષ (સહખજાનચી) તરીકે શ્રી મોહનભાઇ કુંડારિયા (મો. ૯૮રપ૦ ૦પ૩૮૬) નું નામ જાહેર કરવામાં આવ્‍યું છે. પ્રદેશ ભાજપનું કોષાધ્‍યક્ષ કે સહકોષાધ્‍યક્ષ પદ સૌરાષ્‍ટ્રના કોઇ અગ્રણીને મળ્‍યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ માનવામાં આવે છે.

તા. ૬ સપ્‍ટેમ્‍બર ૧૯પ૧ના દિવસે જન્‍મેલા ૭પ વર્ષના શ્રી મોહનભાઇ કુંડારિયા ૪ દાયકાથી વધુ સમયથી રાજકીય ક્ષેત્રે કાર્યરત છે તેઓ યુવાન જેવી સ્‍ફુર્તિ ધરાવે છે. તેમણે કારકીર્દિની શરૂઆત મોરબી તાલુકા પંચાયતમાં ચૂંટાઇને કરેલ તે વખતે મોરબી, માળિયા અને ટંકારા તાલુકો એક હતો. તેના ભાજપના પ્રમુખ તરીકે રહ્યા હતા. પ વખત ધારાસભ્‍ય તરીકે અને ર વખત રાજકોટથી સંસદ સભ્‍ય તરીકે ચૂંટાયેલા. રાજયમાં ગ્રામ વિકાસ મંત્રી અને કેન્‍દ્રમાં કૃષિ મંત્રી તરીકે રહી ચૂકયા છે. ગુજરાત બીજ નિગમના ચેરમેન, ભાજપની પ્રદેશ શિસ્‍ત સમિતિના અધ્‍યક્ષ વગેરે સ્‍થાનો પર પણ તેમણે કાર્ય કર્યું છે. કડવા પાટીદાર સહિત સર્વ સમાજમાં ચાહના ધરાવતા નેતા છે.

(12:14 PM IST)