<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

વડોદરા ઝાલા ખાતે મદદગાર ફાઉન્‍ડેશનના કેમ્‍પમાં ૪૩૯ બોટલ બ્‍લડ ડોનેશન

(રામસિંહ મોરી) સુત્રાપાડા :.. વડોદરા ઝાલા મહાબલેશ્વર મંદિરમા મદદગાર ફાઉન્‍ડેશનના મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં જનમેદની ઉમટી સુવ્‍યવસ્‍થિત આયોજનના પરિણામે  રક્‍તદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી. આ કેમ્‍પ દરમિયાન ૪૩૯ રક્‍તદાતાઓએ સ્‍વયંસ્‍ફૂર્ત રીતે રક્‍તદાન કરી માનવ જીવનની રક્ષા માટે અમૂલ્‍ય સેવા આપી હતી.  તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્‍યવસ્‍થાઓ સાથે સલામત રીતે રક્‍તસંગ્રહ કરવામાં આવ્‍યો હતો.  સમાજમાં રક્‍તદાન અંગે જાગળતિ ફેલાવવાનો ઉદ્દેશ સફળ રહ્યો હોવાનું ફાઉન્‍ડેશન દ્વારા જણાવવામાં આવ્‍યું હતું. .આ કેમ્‍પ મા ઇન્‍ડિયન રેડ કોંસ સોસાયટી બ્‍લડ બેન્‍ક ઉપસ્‍થિત રહયા હતા.

(1:02 PM IST)