<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ગુજરાતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં 'મેન્ટલ હેલ્થ પોલિસી' લાગુ કરવાનો આદેશ: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય: રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને અપાયા કડક નિર્દેશો

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તાત્કાલિક અસરથી 'મેન્ટલ હેલ્થ પોલિસી' લાગુ કરવાનો આદેશ આપ્યો છે. 

તાજેતરમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવ અને આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ પોલિસી અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થાએ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સેન્ટર, હેલ્પલાઇન અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું ફરજિયાત રહેશે. 

સરકારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ માનસિક રીતે મજબૂત બનાવવાનો છે.

(1:12 PM IST)