<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

દિલ્‍હી દરબારમાં ઔપચારિકતાઃ નવા મુખ્‍ય પોલીસ વડાનું કાઉન્‍ટડાઉન શરૂ

નિયમ મુજબ ડીજી લેવલના નામો રાજ્‍ય સરકારે કેન્‍દ્રમાં પહોંચાડી દીધા છે, જેમનું નામ ફાઈનલ છે તેમને અમિતભાઈ સાથે ચર્ચા બાદ સંકેત આપી દીધાની જોરદાર ચર્ચાઓ... : સિનિયર મોસ્‍ટ ડો. કે. એલ. રાવ સાથે ડીજી લેવલના અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, નીરજા ગોટરૂ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને હાલ કેન્‍દ્રમાં છે તેવા રિમાર્કસ સાથે સીબીઆઇના મૂળ ગુજરાત કેડરના નામો પણ દેશના પાટનગરમાં મોકલાયા છે : ૧૯૯૬ બેચના સિનિયર ત્‍ભ્‍લ્‍ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, આર્મ્‍સ યુનિટના પ્રફુલકુમાર રોશન, અને લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન ડીજીપી લેવલે બઢતી આપવા મનોમંથન

 

રાજકોટ, તા.ર૯: આખા રાજ્‍ય પોલીસ તંત્રની જેના તરફ આતુરતાભરી મિટ મંડાણી છે તેવા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે નિમણુંક કરવા માટેની નિયમ મુજબની દરખાસ્‍ત મોકલવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.         

સૂત્રોના જણાવ્‍યા મુજબ ૧૯૮૨ બેચના મોસ્‍ટ સિનિયર રાજ્‍યના સીઆઇડી વડા ડો .કે. એલ.એન.રાવ સાથે ડીજી લેવલના જે અધિકારીઓના નામ મોકલવામાં આવ્‍યા છે તેમાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, નીરજા ઞોટરૂ, રાજુ ભાર્ગવના નામ છે, મનોજ શશિધર હાલ સીબીઆઈમાં હોવાથી તેમનું નામ મોકલી આ રીતે સામે રિમાર્કસ મોકલાયા છે , એમ કહેવાય છે કે આ પેનલ મોકલવામાં આવી તે પહેલા નાયબ મુખ્‍યમંત્રી કે જે ગળહ ખાતાનો સ્‍વતંત્ર હવાલો પણ ધરાવે છે તેવો દ્વારા આ મામલે ગત સપ્‍તાહમાં કેટલાક નજદીકના વર્તુળો સાથે ચર્ચા પણ આ મામલે કરી હતી, અમદાવાદ આવેલ અમિતભાઈ સાથે પણ ચર્ચા કરી કન્‍ફર્મેશન મેળવી , આ બાબતે સંકેત પણ આપી દેવાયા છે.                   

દરમિયાન ટોચના સૂત્રોમાંથી મળતા નિર્દેશ અનુસાર વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયન, અને આર્મ્‍સ યુનિટના એડી ડીજી પ્રફુલ રોશનને પણ ડીજી લેવલે પસંદગી કરવાની પ્રક્રિયા પણ શરૂ થયેલ છે , આ સાથે ૧૦ જેટલા IPS પોસ્‍ટિંગ વગર લાંબા સમયથી છે તેમના દ્વારા પણ કોઈપણ જગ્‍યાએ મૂકવા સતત રજૂઆતો થયેલ છે, અન્‍ય IPS પણ તમામ લેવલે બઢતી માટે હકદાર બન્‍યા છે, ૨૦૨૭ની ચૂંટણીમાં ડ્રગ્‍સ, દારૂ, કાયદો વ્‍યવસ્‍થા કોંગ્રેસ ,આપ દ્વારા મુખ્‍ય મુદો બનનાર હોવાથી તે બાબત કેન્‍દ્રમાં રાખવામાં આવનાર છે , આ બાબત કેન્‍દ્રમાં રહે તો પોસ્‍ટિંગ નીતિમાં મારા નહિ સારા અધિકારીઓ રાખવામાં આવે તો નવાઈ નહીં, નાયબ મુખ્‍યમંત્રી દ્વારા હું નાયબ મુખ્‍યમંત્રી હોવા છતાં લોકોને મળતો હોવ, તો તમે કેમ અવગણના કરો, મારે વ્‍યવસ્‍થા ગોઠવવી પડશે આ બાબત પણ પોસ્‍ટિંગ માટે અગત્‍યની બનનાર છે. હવે પછી જે એડિશનલ ડીજીપી ભવિષ્‍યમાં બનશે તેમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું નામ ટોપ પર છે, યોગાનુયોગ તેમની સાથે તેમના ૧૯૯૭ બેચના બેચમેટ સેવા રાજકોટના  પૂર્વ સ્‍પેશ્‍યલ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ  ડીજીપી બનશે. 

(4:25 PM IST)