હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૩ વર્ષ પહેલા ખંડણી માટે બાળકનું અપહરણ કરનારને તમિલનાડુ પહોંચી સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ વિશેષ ઓપરેશન હાથ ધરી ઉપાડી લાવીઃ અદભુત કામગીરી
ખંડણી માટે અપહરણ થયેલ બાળક ભલે મળી ગયું, બીજા આરોપી ભલે પકડાયા, પણ હજુ એક આટલા વર્ષે પકડાયો નથી તેનું શું? પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપીના આ સવાલનો જવાબ ક્રાઇમ બ્રાન્ચ ટીમે આરોપીને કોઈપણ ભોગે પકડીને આપતા સામાન્ય લોકોથી માંડી હર્ષભાઈ સંઘવી સુધીના સહુ હર્ષ પામી સહુને અભિનંદન પાઠવ્યા : પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત ટીમના નો વોન્ટેડ ઇન સુરત અભિયાન અંતર્ગત જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે નેટવર્ક ધરાવતા ભાવેશ રોજીયા ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રગીરી ગૌસ્વામી ટીમની કાબિલેદાદ કામગીરીઃ એસીપી કિરણ મોદી દ્વારા સંકલન થયું

રાજકોટ, તા.ર૯: નો ડ્રગ્સ ઈન સુરત, નો વોન્ટેડ ઇન સુરત, રીઢા અપરાધીઓ માટે પાસા અભિયાન સહિતના પોલીસ કમિ‘ર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમની જોરદાર કામગીરીની ગ્રહ્મંત્રી હર્ષભાઈ દ્વારા હર્ષભેર જાહેર નોંધને પગલે સુરત શહેર પોલીસ અને ખાસ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હોય તેમની કામગીરીના રેકોર્ડ તેવો અર્થાત્ ક્રાઇમ બ્રાન્ચ તોડતી હોય તેમ વધુ એક મોટી સફળતા મળી છે.
૨૩ વર્ષ અગાઉ ખંડણી માટે બાળકનું અપહરણ કરનાર મહત્વનો આરોપી તમિલનાડુના સેલમ શહેરમાં હોવાની બાતમી દેશ અને ઇન્ટરનેશલ લેવલે બાતમી નેટવર્ક ધરાવતા ડીસીપી ભાવેશ રોજિયા ટીમને મળતા વિશેષ ટીમો પોલીસ કમિશનર, જોઇન્ટ સીપી, ડીસીપી અને એસીપી કિરણ મોદી સાથે ચર્ચા કરી વિશેષ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રગિરી ગૌસ્વામી ટીમ દ્વારા ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ વર્કઆઉન્ટ દરમ્યાન ખુન-ખુનની કોશિષ તથા ધાડ-લુંટ સ્કોડના પોલીસ માણસોને બાતમી હકિકત મળેલ કે, સુરત શહેર સચીન પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૮૩/૨૦૦૨ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૫, ૩૬૬, ૧૪૯ મુજબના ગુનાના કામનો છેલ્લા ત્રેવીસ (૨૩) વર્ષથી નાસતો ફરતો આરોપી ક્રિષ્ણા બાસો કેવટ નામનો આરોપી હાલમાં તમીલનાડુ રાજ્યના સેલમ શહેર વિસતારમાં રહે છે અને જરી મશીન ઉપર મજુરીકામ કરે છે અને મજકુર આરોપીની ધરપકડ કરવા સારૂ નામદાર કોર્ટે CRPC કલમ ૭૦ મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે. જેથી તાત્કાલીક એક ટીમ તમિલનાડુ ખાતે મોકલી આપેલ અને રાત્રીના સમયે કોમ્બીંગ હાથ ધરી આરોપીને તમીલનાડુ રાજ્યના સેલમ શહેરના ઇલમબિલ્લી વિસ્તાર માંથી પકડી પાડવામાં સફળતા મળેલ છે. મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સચીન પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
આ ગુનાના કામે હકિકત એવી રીતની છે કે, ફરીયાદી શ્રી દિનેશકુમાર બાબુલાલ શાહુના અઢી વર્ષના સગીર પુત્રનું તા.૨૫-૧૨-૨૦૦૨ ના રોજ અપહરણ થઈ ગયાની ફરીયાદ સચીન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ. ફરીયાદીશ્રીના સગીર પુત્રનુ અપહરણ કરવામાં હાલના આરોપીએ તેના સહ આરોપીઓએ કાવત્રુ રચેલ અને ભોગ બનનાર સગીરને છોડવા માટે ફરીયાદી પાસે રૂપિયા ૫ લાખની ખંડણીની માંગણી કરેલી અને નહી આપશે તો છોકરાને નુકશાન કરવાની ધમકી આપેલી. આ દરમ્યાન બિહાર રાજ્યના પટના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-૭ ઉપરથી સહ આરોપીઓને પકડી પાડી ફરીયાદીશ્રીના સગીર પુત્રનો કબ્જો આરોપીઓ પાસેથી મેળવેલ હતો અને સદર ગુનામાં આરોપી (૧) અનવર હુસેન (૨) મહમંદ અજ્જુ તથા (૩) અનિલ કેવટને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફરમાવેલ હતી અને આ ગુનાના કામે છેલ્લા ત્રેવીસ (૨૩) વર્ષથી નાસતા ફરતા આરોપી ક્રિષ્ણા બાસો કેવટ ઉ.વ.૬૦ ધંધો-મજુરી રહે. માધુપુર, સમનાહુવા, થાના-હરનોત, જિલ્લો-નાલંદા બિહારવાળાને તમીલનાડુ રાજ્યના સેલમ શહેરના ઈલમબિલ્લી વિસ્તાર માંથી પકડી પાડેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
