<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

૩૧ અને ૧લી જાન્‍યુઆરીએ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ તથા ઉતર ગુજરાતમાં વાદળા છવાશેઃ માવઠુ થશે

 

રાજકોટઃ ઉતર ભારતમાંથી તા.૩૧ ડિસેમ્‍બર અને ૧ જાન્‍યુઆરી દરમ્‍યાન પસાર થવા જઈ રહેલા મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. તા.૩૧ ડિસેમ્‍બરે કચ્‍છ, સૌરાષ્‍ટ્ર અને ઉતર ગુજરાતના ઘણા વિસ્‍તારોમાં વાદળો છવાય તેમજ કેટલાક છૂટાછવાયા વિસ્‍તારોમાં છાંટછૂટ હળવું માવઠું પણ થવાની શકયતા છે. માવઠાના વિસ્‍તારો છૂટાછવાયા રહેશે. જે વિસ્‍તારોમાં માવઠાની વધુ શકયતા છે તે નીચે ચિત્રમાં બતાવેલ છે. વર્ષ ૨૦૨૬ ના પહેલા દિવસની શરૂઆત ગુજરાતમાં ઘણા વિસ્‍તારોમાં ગાઢ ઝાકળવર્ષા સાથે થઈ શકે છે.( વેધરઃ બાય-ગોૈરવ રાણીંગા-જૂનાગઢ)

(4:01 PM IST)