તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 29th December 2025
અંડર ૧૩, ૧૫, ૧૭ બોયસ યૂથ ફૂટબોલ લીગ ચેમ્પિયનશીપના પરિણામો
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન આયોજિત

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ, અંડર ૧૩, અંડર ૧૫, અંડર ૧૭ બોયસ યૂથ લીગ ક્લબમાં માસ્ટર એફસી એ હરીશસિંહ બીસ્ટ ના ૨ ગોલ અને એલન ના ૧ ગોલ ની મદદ થી ઇન્કમ ટેક્ષ ને ૩-૧ થી પરાજય આપેલ ઇન્કમ ટેક્ષ ના બલરામ દ્વારા ૧ ગોલ થયેલ.
આરબીઆઈ એસસી ના ક્રિષ્ના પાનસુરીયા ના ૩ ગોલ, તેજ પરીખ ના ૧ ગોલ થી ઇન્કમ ટેક્ષ ને ૪-૦ થી મહાત આપેલ. દ્વિવેદી બ્રધર્સ ના મો-મોરીશ અને સૂર્યોદય ના ૧-૧ ગોલ થી કર્ણાવતી એફસી ને ૨-૧ થી હરાવેલ. કર્ણાવતી ના ચિરંજીવ પાત્રા દ્વારા ૧ ગોલ થયેલ. માસ્ટર એફસી એ હરીશસિંહ બીસ્ટ અને રીતેશ પંડ્યા ના ૧-૧ ગોલ થી ગુજરાત પોલીસ ને ૨-૦ થી મહાત આપેલ. એઆરએ એફસી એ ટફેલ ના ૧ ગોલ થી સૂર્યવંશી એફસી ને ૧-૦ થી મહાત આપેલ. સીવીએમ એફસી અને ગોધરા એફસી નો મેચ ૨-૨ થી ડ્રો થયેલ.
અંડર ૧૩ બોયસ યૂથ સુપર લીગ માં બરોડા એફએ ના રોહનીત નોહાર ના ૨, હરેકીરાત સિંહ, વીર હાર્દિક, આર્યવંશ, પ્રીયાંસ અને દેવ ના ૧-૧ ગોલ થી સીવીએમ ને ૭-૦ થી, ઓંજ એફસી એ ધ્યાન ના ૨, આરવ ના ૧ ગોલ થી બ્લુ ટાયગર એફસી ને ૩-૨ થી મહાત આપેલ બ્લુ ટાયગર ના શિવરાજ સિંહ દ્વારા ૨ ગોલ થયેલ. ગાંધીનગર એફસી એ પ્રન્સું ના ૧ ગોલ થી કહાની એફસી ને ૧-૦ થી, એઆરએ એફસી એ મેદ્ય પટેલ ના ૨ અને રિયાન પટેલ ના ૧ ગોલ થી ફ્લોરી ને ૩-૧ થી મહાત આપેલ, ફ્લોરી ના ધ્યાન દ્વારા ૧ ગોલ થયેલ. નવરચના એસએ અને બીએસપી એફએ સુરત નો મેચ ૧-૧ થી ડ્રો થયેલ. અંડર ૧૫ બોયસ યૂથ લીગ માં એઆરએ એફસી એ સુભમ દાસ ના ૧ ગોલ થી સૂર્યવંશી એફસી ને ૧-૦ થી કહાની એફ સી એ ;ખુમાંનતેમ સુરજ ના ૩ ગોલ, પાર્વ નાયક ના ૨ ગોલ ની મદદ થી ઓંજ એફ સી ને ૫-૦ થી, બરોડા એફ એ એ માસ્ટર એફ સી ને ૧૧-૧ થી મહાત આપેલ. અંડર ૧૭ ના બોયસ યૂથ લીગ માં ઝેવીયસ યુનાઈટેડ એફ સી એ હિતાર્થ પટેલ ના ૧ ગોલ થી કહાની એફસી ને ૧-૦ થી સેવી સ્વરાજ એફસી એ ચિત્રાશ ના ૪ ગોલ થી બરોડા એફએ ને ૬-૦ થી, એસએજી એ બીદ્યુતજોય રેંગ ના ૧ ગોલ થી સીવીએમ એફસી ને ૧-૦ થી મહાત આપેલ. આ વીક એન્ડ માં કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરો માં કુલ ૧૮ મેચો રમાડવા મા આવેલ છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
