તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 29th December 2025
જુનાગઢ ખાતે જીબીઆનું અધિવેશન સંપન્ન : નવા હોદેદારો નિમાયા : સેક્રેટરી જનરલ તરીકે ફરી વઘાસીયા

રાજકોટ, તા., ૨૯ : તા ૨૭-૨૮ જુનાગઢ બાયપાસ રોડ ઊપર આવેલ હરીભાઈ ગોધાણી કેમ્પ ખાતે ૨ દિવસીય GEBEA નું અધિવેશન સંપન્ન થયું. આ અધિવેશનમાં તારીખ ૨૭ નાં રોજ રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે દીપ પ્રાગટય કરીને ખૂલ્લું મુકવામાં આવેલ.
અધિવેશનના બીજા દિવસે ગુજરાત રાજ્યના કેબીનેટ ઉર્જા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલ. તેમજ GEBEA અધિવેશનના બીજા દિવસના અંતે વર્ષ ૨૦૨૬ થી ૨૮ માટેના GEBEA હોદેદારોની નિમણુક માટેની ચુંટણી પ્રક્રિયા શરુ થયેલ. તેમાં ગુજરાત રાજ્યના GEBEA નાં સેક્રેટરી જનરલ તરીકે એચ. જી. વઘાસીયા તેમજ તેમની પેનલના સેક્રેટરી ફાયનાન્સ જીગર પાઠક, એમ. એમ. કડછા જનરેશન નાં સ્ભ્ એ. બી. પ્રજાપતિ અને જેટકોના સ્ભ્ બી. બી. બારીયા, MGVCL નાં જનરલ સેક્રેટરી એમ. વી. ચૌહાણ, DGVCL નાં જનરલ સેક્રેટરી એ. બી. નાકારાણી, UGVCL નાં જનરલ સેક્રેટરી કે. બી. ચૌધરી, મોડી રાત્રે મત ગણતરી બાદ વિજેતા જાહેર થયેલ. અને આ ટીમ ૨૦૨૬ થી ૨૮ નાં સમયગાળા માટે GEBEA સંગઠનને ચલાવશે. સમારંભના અંતે નવા નિયુક્ત સેક્રેટરી જનરલ એચ. જી. વઘાસીયા દ્વારા તમામ GEBEA મેમ્બરોનો આભાર વ્યક્ત કરેલ અને આવનારા દિવસોમાં GEBEA સંગઠનને મજબુત બનાવવા માટે ખાત્રી આપી હતી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
