News of Monday, 29th December 2025
શામળાજી બોર્ડર વિસ્તારમાંથી દારુની હેરફેર કરતો અરવલ્લીનો પોલીસ કર્મી.એસઆરપી જવાન ઝડપાયા
શામળાજી બોર્ડર વિસ્તારમાંથી દારુની હેરફેર કરતો અરવલ્લીનો પોલીસ કર્મી.એસઆરપી જવાન ઝડપાયા

અરવલ્લીનો પોલીસકર્મી સરહદી વિસ્તારમાં દારૂની હેરફેર કરતો ઝડપાયો છે. થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ જવાન દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. અન્ય એક એસઆરપી જવાન પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. એલસીબી ટીમે શામળાજી બોર્ડર વિસ્તારમાંથી રંગે હાથ બંને પોલીસકર્મીને ઝડપી લીધા છે.
રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમા મૂકતી વખતે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સમયથી દારૂ કટિંગ કરતા હોવાની આશંકાએ એલસીબીની નજર હતી. એસપીને માહિતી મળતા એલસીબી મારફતે કાર્યવાહી કરાઈ હતી
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
