<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીમાં ગડબડી કરનાર 4 તલાટીઓ સામે જિલ્લા પંચાયતની મોટી કાર્યવાહી

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ, લગ્ન નોંધણીમાં ગરબડ કરનારા 4 તત્કાલીન તલાટીને ચાર્જશીટ ફટકારી

પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણીમાં ગડબડી કરનાર 4 તલાટીઓ સામે જિલ્લા પંચાયતે મોટી કાર્યવાહી હાથ ધરી છે . નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ, લગ્ન નોંધણીમાં ગરબડ કરનારા 4 તત્કાલીન તલાટીને ચાર્જશીટ ફટકારી છે.  નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ચારેય તલાટીઓ સામે આરોપનામું ઘડી ચાર્જશીટ પાઠવતા સમગ્ર જિલ્લાના મહેસૂલી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

   . વર્ષ 2025 દરમિયાન કુલ 1048 લગ્ન નોંધણી કરવામાં આવી હતી , આ રેકર્ડની ઝીણવટભરી તપાસ હાથ ધરતા તેમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ અને ગડબડી સામે આવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ, આ સમગ્ર પ્રકરણમાં પ્રાથમિક દ્રષ્ટિએ કસુરવાર જણાતા  ભાણપુરા કણબી પાલ્લી ગ્રામ પંચાયતના તલાટી એન. એલ. સોલંકી, નાકુવા કંકોડા કુઈ ગ્રામ પંચાયતના તલાટી પી. એ. પટેલ,કાલંત્રા ગ્રામ પંચાયતના તલાટી આર. સી. ભોઈસહિત 4 તલાટી કમ મંત્રીને ચાર્જશીટ ફટકારી છે. 

 તંત્ર દ્વારા ચારેય તલાટીઓ સામે આરોપનામું ઘડી દેવામાં આવ્યું છે અને તેમને આ બાબતે પોતાનો આખરી જવાબ રજૂ કરવા સૂચના પણ આપવામાં આવી છે

(6:37 PM IST)