<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મહિલા સાથે લફરાબાજીને લીધે નવસારી જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયકને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં

જિલ્લા મહામંત્રીને અનૈતિક પ્રવૃત્તિના પગલે ભાજપ આક્રમક મૂડમાં : શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કરાયો: જીગ્નેશ નાયકને મહિલાના પતિએ ત્રણ કરોડના બદનક્ષીનું દાવાની ફટકારી છે નોટીસ

નવસારી : મહિલા સાથે લફરાબાજીને કારણે, નવસારી જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયકને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં છે. જિલ્લા મહામંત્રીનું અન્ય મહિલા સાથે લફરાબાજીના કારણે આગેવાનોને નીચું જોણું થયું હતું. જિલ્લા મહામંત્રીને અનૈતિક પ્રવૃત્તિના પગલે ભાજપ આક્રમક મૂડમાં આવ્યો છે. શિસ્ત ભંગના પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે  મહિલા સાથેની લફરાબાજી સામે આવ્યા બાદ જિલ્લા ભાજપે, જીગ્નેશ નાયકને રાજીનામું આપવા માટે કહ્યું હતું. રાજીનામ ના આપતા  પક્ષે સસ્પેન્ડ કર્યાં છે. જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ નાયકને મહિલાના પતિએ ત્રણ કરોડના બદનક્ષીનું દાવાની નોટિસ ફટકારી છે  જિલ્લા મહામંત્રી જીગ્નેશ નાયક અને કથિત મહિલાની ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

(6:42 PM IST)