News of Monday, 29th December 2025
કોંગ્રેસના કાર્યકરોએ જ પાટણ જિલ્લા કોંગ્રસ કાર્યાલયને તાળાબંધી કરી
અનુ.જાતિના અધ્યક્ષને રિપીટ ના કરતા રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ નેતાઓ વિરૂદ્ધ સૂત્રોચાર પોકાર્યા

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકરોએ જ પાટણ જિલ્લા કોંગ્રસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. અનુ.જાતિના અધ્યક્ષને રિપીટ ના કરતા રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ નેતાઓ વિરૂદ્ધ સૂત્રોચાર પોકાર્યા હતા. અનુ. જાતિ સમાજના કાર્યકરોએ કોંગ્રેસ ઉચ્ચ પદાધિકારીઓ સમક્ષ રજુઆત કરી હતી, અનુ. જાતિના કાર્યકરોની રજૂઆત કોંગ્રેસના નેતાઓએ ના સાંભળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનુ. જાતિના કાર્યકરો દ્વારા આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ કે આગેવાનો ઉપસ્થિત ના રહ્યા હોવાથી અનુ. જાતિના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો અને તાળાબંધી કરી હતી. પાટણના ધારાસભ્ય ડોકટર કિરીટ પટેલે અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરોને સમર્થન આપ્યું હતું.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
