News of Monday, 29th December 2025
સાયબર ફ્રોડના ઈનામી આરોપી શૈવિન પુંભડિયાની ધરપકડ
આરોપી વિરુદ્ધ પાંચ હજાર રૃપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું:આ આરોપી સાયબર ગુનેગારોને પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને ભાડે આપતો હતો

અમદાવાદ : ચોકબજાર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી શૈવિન પુંભડિયાની ધરપકડ કરી છે. આ આરોપી સાયબર ગુનેગારોને પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને ભાડે આપતો હતો. આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના અંદાજે ૩.૮૦ કરોડ જમા થયા હતા. આ નાણાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને તેલંગણા જેવા રાજ્યોમાં આચરેલા સાયબર ફ્રોડના હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે શૈવિન એક વર્ષ પહેલા નવી દિલ્હી સાયબર સેલ દ્વારા પણ પકડાયો હતો, પરંતુ તે ફરીથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો.
આરોપી વિરુદ્ધ પાંચ હજાર રૃપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
હાલમાં ચોકબજાર પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને મધ્યપ્રદેશમાં તેની સામે નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને તેનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચવામાં પોલીસને મોટી મદદ મળશે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
