તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 29th December 2025
75 લાખના તોડ કાંડ મુદ્દે કલેક્ટર નર્મદાની બે મોઢાની વાત સાંભળી કોંગ્રેસના સંદીપ માંગરોલા મેદાને આવ્યા
75 લાખની ખંડણીનો મુદ્દો ગંભીર, મુખ્ય મંત્રીને પત્ર લખી નિવૃત જજની અધ્યક્ષતામાં SITની રચના કરી તપાસ કરવા અને ફરિયાદ દાખલ કરવા માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે કલેક્ટરના યુ ટર્ન બાદ પણ મામલો ત્યાં અટકતો નથી ભરૂચ સાંસદને કોઈ આવી વાતની ખબર ન હોતી, કલેક્ટર નર્મદા એસ.કે.મોદીએ સાંસદને જાણ કરી એટલે સાંસદે વાત જાહેર કરી, વાત જાહેર થતા ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ લગાવ્યો કે રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડી છે ત્યારે આ વાતની માં ખરાઈ કલેકટરે જાતે પગ પર કુહાડો માર્યો છે.
પોતાના ગોળ ગોળ જવાબથી ધારાસભ્ય અને સાંસદને તો શાંત કરી દીધા પરંતુ મુદ્દાની વાત હજુ ત્યાં જ છે કે 75 લાખ માંગ્યા છે કે નથી માંગ્યા, જો માંગ્યા છે તો કલેક્ટર જે પોસ્ટ પર બેઠા છે તો આમ કેમ ફરિયાદ સાંસદને કરી, અને હવે શું થશે આ અંગે તપાસ થશે તો કલેકટરે તો 75 લાખની માંગણી ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના કાર્યપાલક ઇજનેર પાસે માંગ્યા હોવાની વાત કરી ભાજપના પ્રમુખ નીલ રાવ જાતે પણ આ બાબતે સાક્ષી છે. અને મળતી માહિતી મુજબ આ ફરિયાદ નર્મદા એસ.પી અને આઈ જી સુધી વાત પહોંચી ગઈ હતી અને માર્ગ મકાન વિભાગના આધિકારી સતીશ મોદી રજા પર ઉતરી ગયા છે. ત્યારે હવે આ અધિકારી હાજર થાય ત્યારે વાત સ્પષ્ટ થાય અને જો સતીશ મોદીએ પણ કલેક્ટર નર્મદા જેવી ગોળ ગોળ વાત કરી તો આ મુદ્દો જ્યાંથી ઉઠ્યો હતો ત્યાં તો આ કાર્યપાલક ઇજનેરે સાંસદ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સામે કહી હોય હવે કાર્યપાલક ઇજનેર પણ ના કહી શકે તેમ નથી કેમકે વાત તો તેમણે જ ફેલાવી છે. હવે મુદ્દો સી.એમ.ઓમાં પહોંચ્યો છે.
આ મુદ્દે હવે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા મેદાનમાં આવ્યા અને આ સમગ્ર કેશની સચોટ અને પારદર્શક તપાસ નિવૃત જજ ની અધ્યક્ષતા માં. SIT ની રચના કરી કરવામાં આવે. એવી માંગ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કરી છે. એટલે મામલો CMO અને PMO માં પણ પહોંચી ગયો છે.
કોંગ્રેસના સંદીપ માંગરોલા એ તો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી એમ પણ કહ્યું કે સિનિયર સાંસદ એવા મનસુખ વસાવા ને આ બાબત ની ખબર પડી ત્યારે આ કિસ્સો પ્રકાશમાં તેઓ લાવ્યા બાકી આવા કેટલાય તોડ થઈ ગયા હશે, આ સાથે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી અને ભાજપ એક બીજા પર આક્ષેપ બાજી કરી ને પ્રજા ને ભરમાવી રહ્યા છે. હવે બંને ઠંડા થઈ બેસી જશે તો 75 લાખ નું શું..?એકે માંગ્યા નથી તો માંગ્યા કોને લીધા કોને આમાં કાર્યપાલક ઇજનેર ને હાજર કરાવે ત્યારે ખબર પડે આ 75 લાખ ની માંગણી માં અધિકારીઓ પણ સંડોવાયેલા હોય એમ લાગે છે. જેથી નિષ્પક્ષ તપાસ થાય એવી મારી માંગ છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
