<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શનિ રવિની રજાઓમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા

આગામી 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓ વધશે માટે આવકમાં વધારો નોંધાશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં ડિસેમ્બર ના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓને ફરવા માટે હોટફેવરીત બન્યો છે. જેમાં ખાસ કરીને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારની રજાઓમાં 70 હજાર પ્રવાસીઓ નોંધાયા છે. આમ અત્યાર સુધી 3 થી 4 લાખ પ્રવાસીઓ નોંધાયા છે. આગામી 31 સુધી 8 લાખ પ્રવાસીઓ આવે એવી શકયતા ને લઈને પ્રવાસીઓ માટે બસોની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ અને સુરક્ષાની સુવિધાઓ SOU તંત્ર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 2025નો આ છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરશે માટે sou સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણી ને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલ અત્યારથીજ અહીં તમામ બુકીંગ ફૂલ થઈ ગયું છે.

(10:34 PM IST)