News of Tuesday, 30th December 2025
જસદણ -વિંછીયા રોડનો રાજાશાહી વખતથી પડતર પ્રશ્ન ઉકેલાયો
વિંછીયાના હિંગોળગઢ ગામે રોડ ઉપર ઢાળ દુર કરવાના કામ માટે રૂા. ૭૪૮ લાખ મંજુર : ઢાળના કારણે ભારે વાહનોને ચડવા-ઉતરવામાં પડતી મુશ્કેલી અને અકસ્માતે મૃત્યુના કિસ્સા બનતા હવે અટકશેઃ કુંવરજીભાઇ બાવળીયા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૩૦ : બગોદરાથી ધંધુકા, પાળીયાદ, જસદણ વિંછીયા રોડ ઉપર આવેલ હિંગોળગઢ પર્વીતીય વિસ્તારમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે ઉપરના ઢાળને દુર કરવાના કામના મજબુતીકરણ અને અન્ય કામગીરી અને હીલ કટીંગના કામ માટે કુંવરજીભાઈના પરાયાસોથી ૭૪૮ લાખની રકમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કરતા રાજાશાહી વખતથી પડતર પ્રશ્ન ઉકેલાતા ખુશી છવાઈ ગઈ છે.
વિંછીયા તાલુકાના હિંગોળગઢ પર્વતીય વિસ્તારમાં આવેલ ઉચા ઢાળના કારણે વાહન ચાલકોને વરસોથી મુશ્કેલી ભોગવી પડતી હતી, પર્વતીય અને જંગલ વિસ્તારની બાજુમાં આવેલ ઉંડી ખીણના કારણે અકસ્માતો થતા હતા અને લોડવાળા અને ભારે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડતી હતી અને તેમને બીજા રસ્તે અવર-જવર કરવી પડતા હતી જેને દુર કરવા જસદણ-વિંછીયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી વિસ્તળત અહેવાલને ગ્રાહય રાખી રાજાશાહી સમયથી પડતર પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કામને ખાસ કિસ્સામાં મંજુર કરી દેતા રાજાશાહી વખતના આ પ્રશ્નનો ઉકેલ આવી ઞયો છે.
આ કામ મંજુર થતાં વખતો વખત થતાં અકસ્માતો અને મળત્યુના કિસ્સાઓ અટકશે જે માટે સમગ્ર વિંછીયા-જસદણ તાલુકાના લોકો, ખેડુતો,આગેવાનો, .વાહન ચાલકોએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અને કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કર્યા છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
