તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Tuesday, 30th December 2025
વાંકાનેરમાં કામા અશ્વ શોના સફળ આયોજનને બિરદાવતા કેશરીદેવસિંહ ઝાલા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩૦: છેલ્લા ત્રણ દિવસથી ચાલતા અભુતપુર્વ ‘૧૭ મો કામા' મહોત્સવનું અનેક મહાનુભાવો/ઉધ્યોગપતીઓ સંતો મંહતો અને રાજવી પરીવારની હાજરીમાં સમાપન થયેલ. સિંધી ઘોડીના વિજેતા (પ્રથમ) વિજેતા લાખા ફિરોજ ઓસમાન ગની (દ્રિતય) વિજેતા લાખા ફિરોજ લાલભાઈ (ત્રિતય) સોની દિપેનભાઈ જયંતીભાઈ રેવાલ ચાના વિજેતા પ્રથમ ગઢવી કરશનભાઈ લખમણ અભાઈ (દ્રિતય) પાઘરા હેનીલભાઈ મુકેશભાઈ (ત્રિતય) ગઢવી દિપેનભાઈ આશાર્યભાઈ મારવાડી વછેરી (બે દાંત) ને પણ ૧ થી ૩ નંબર આપેલા હતા. ઈ જ રિતે કાઠીયાવાડી વછેરી (બે દાંત) ૧ થી ૩ નંબર આપેલા હતા.
પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પુર્વ મંત્રી હકુભા જાડેજા મોરબી જિલ્લાના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો તથા રાજવી પરિવારમાંથી ચંદ્રમણી સાહેબ ના દિકરીબા ભાગ્યવંતીબા સાહેબ (જામવા સ્ટેટ) તથા રાગીનીબા ખટાઉ સાહેબ અને એમના દિકરાશ્રી બ્રિગુ સાહેબ અને યુધિષ્ઠિર સાહેબ તેમજ લાઠી સ્ટેટ નાં યાતેંદ્ર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈ.જી. સાહેબ રાજેંદ્રસિંહ ચુડસમા સાહેબની વિશેષ ઉપસ્થિત રહી હતી. અનેક સંસ્થાઓ દ્રારા મહારાણા રાજ સાહેબ કેસરીદેવસિંહજીનું સન્માન કરવામાં આવ્યું હતું. ૩૧ વર્ષ બાદ આવો ભવ્ય ઉત્સવ વાંકાનેર ના આંગણે હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મડેલ અને બહોળી સંખ્યમાં કાર્યક્રમ જોવા માટે આવેલ હતા. મહારાણા કેસરીદેવસિંહજી તરફથી આ ત્રણ દિવસના મહોત્સવમાં સહયોગ આપનાર પશુપાલન વિભાગ તથા ટુરીઝમ વિભાગના અધિકારીઓનું સન્માન કરી આભાર માનેલ.
તેમજ ભુવનેશ્વરીપીઠ ના ઘનશ્યામજી મહારાજનું પણ બહુ માન કરેલ. છેલ્લ્લા ત્રણ દિવસથી જે વ્યમસેવકો તેમજ વાંકાનેર સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોનું અને ખાસ કરીને બધાજ સમાજના તેમજ ખાસ કરીને પ્રેસ મિડીયા ઈલેકટ્રોનીક મિડીયા તથા સોશીયલ મિડીયા વગેરે પ્રત્રકાર મિત્રોનો સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્રારા અભાર માનવામાં આવેલ હતો.
પુર્વ મહારાજાશ્રી દિગ્વીજયસિંહજી સાહેબની સ્મુતીમાં યોજાયેલ આ ‘૧૭મો કામા અશ્વ પ્રદર્શન અને રમોત્સવ-૨૦૨૫' કાર્યક્રમ હર હમેસ માટે વાંકાનેરની જનતા માટે યાદગાર બની રહેશે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
