News of Tuesday, 30th December 2025
બે દિવસ ઝાકળવર્ષાઃ ગુજરાતમાં ગુરૂવારે છાંટાછુટી
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૩૦ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી સુધીની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ઠંડીમાં વધઘટ રહેશે, હાલ નોર્મલ લઘુતમ તાપમાન ૧૧ થી ૧૨.૫ ડીગ્રી ગણાયઃ કાલે અને ગુરૂવારે ઝાકળવર્ષાઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે ક્યાંક ક્યાંક છાંટાછુટીની સંભાવના : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે તો અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે તો ગુરૂવારે રાજ્યમાં ક્યાંક ક્યાંક છાંટાછુટીની પણ શક્યતા છે. જ્યારે ૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ઠંડીમાં વધઘટ રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના આગાહી સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઉપર નીચે વધ ઘટ થવાની શક્યતા પヘમિી વિક્ષેપ ઉત્તર ભારતને અસર કરશે
ગુજરાત રાજ્યમાં સામાન્ય લઘુત્તમ તાપમાન ઘટીને આશરે ૧૧ડીગ્રી થી ૧૨.૫ડીગ્રી થયું છે.
આજે, મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં આશરે ૨ડીગ્રી વધુ છે. ભુજમાં ખાસ નોંધપાત્ર સ્થિતિ રહી, જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં આશરે ૪.૬ડીગ્રી વધુ નોંધાયું.
આજે ૩૦ ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન જોઈએ તો અમદાવાદ૧૪.૮ ડીગ્રી (સામાન્ય કરતાં ૨.૬ડીગ્રી વધુ) વડોદરા ૧૫.૦ ડીગ્રી (સામાન્ય કરતાં ૨ઓઘ્ વધુ) ભુજ૧૫.૭ ડીગ્રી (સામાન્ય કરતાં ૪.૬ ડીગ્રી વધુ) રાજકોટ ૧૪.૨ડીગ્રી (સામાન્ય કરતાં ૧.૭ ડીગ્રી વધુ) ડીસા ૧૩.૬ ડીગ્રી (સામાન્ય કરતાં ૩.૩ ડીગ્રી વધુ) અમરેલીઃ ૧૩.૨ ડીગ્રી (સામાન્ય કરતાં ૧.૮ ડીગ્રી વધુ)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ થી ૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી દરમિયાન લઘુત્તમ તાપમાન ક્યારેક સામાન્ય કરતાં વધુ, ક્યારેક સામાન્ય અને કેટલાક દિવસો સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.
હાલનું સામાન્ય લઘુત્તમ તાપમાનનું પરિસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ૧૨ઓઘ્ થી ૧૨.૫ ડીગ્રી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૧૧ ડીગ્રી થી ૧૧.૫ ડીગ્રી
ઝાકળ અંગેનું અનુમાન ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે.
પવન અંગેનું અનુમાન પヘમિી વિક્ષેપના કારણે ૩૧ ડિસેમ્બર / ૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પヘમિ દિશાના પવન ફૂંકાશે. અનુમાન સમયગાળાના બાકીના દિવસોમાં પવન ઉત્તર દિશાથી ફૂંકાવાની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ ૭ થી ૧૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરશે, જ્યાં મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. કારણ કે પヘમિી વિક્ષેપ દક્ષિણ રાજસ્થાનને પણ અસર કરી રહ્યો છે, તેથી ૧ જાન્યુઆરી ૨૦૨૬ આસપાસ ગુજરાત રાજ્યમાં ક્યાંક ક્યાંક છાંટા છૂટી શક્યતા છે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
