તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
પ્રદેશ ભાજપની નવી ટીમનો વટ,કરશે જમાવટઃ ઉમેશ રાજયગુરૂ
મૈં સાંસ લેતા હૂં, કમલ કી ખુશ્બુ આતી હૈ, મેરે દિલકી ધડકન ભી ભાજપા કા ગીત ગાતી હૈ...

રાજકોટ તા. ૩૦: ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાની જાહેરત કરવામાં આવતાં તેને ભાજપના અગ્રણી અને પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુએ વધાવી જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગળહમંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ્ જગતપ્રકાશજી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીએ જાહેર કરેલ નવા સંગઠમા ભાજપના નવસર્જનની પ્રકિયાને આગળ ધપાવવામાં આવી છે.
ઉમેશ રાજયગુરુએ જણાવ્યુ છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીની ટીમએ સ્થાનિક સ્વરાજની સંસઓની ચુંટણીમૉ પાર્ટીની વિચારધારાને આગળ વધારી વધુ મજબુત બની સારુ પરિણામ લાવશે તે નિヘતિ છે. પક્ષના નવસર્જન માટે ગુજરાતના તમામ વિસ્તારોના ભાજપના અગ્રણીઓ,સંનિષ્ઠ કાર્યકરો,, પદ હોય કે ન હોય મુક સેવક બનીને કાર્યરત રહેનારની પાર્ટીએ કદર કરી છે. આગામી ર૦ર૭ની વિધાનસભાની ચુંટણીના ભવ્ય વિજય માટે સંગઠનની પુનઃ રચનામાં ટોચની નેતાગીરીના માર્ગદર્શન હેઠળ નાનામાં નાના કાર્યકરો અત્યારથી જ કામે લાગી જશે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
