<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી: કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે: ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા – પિતાને મોકલાશે નોટિસ. નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક – યુવતીના માતા – પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે.

ગાંધીનગર : ઘરેથી ભાગીને કરાયેલા લગ્ન બાદ થતી નોંધણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી. તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે. ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા – પિતાને મોકલાશે નોટિસ. નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક – યુવતીના માતા – પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે. આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

(7:11 PM IST)