<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

સાણંદના કલાણામાં પથ્થરમારો કરીને ભાગીને ખેતરમાં છુપાઈ ગયેલા 42 શંકાસ્પદ આરોપીઓને પોલીસે ડ્રોનથી શોધી કાઢ્યા

ગ્રામ્ય પોલીસ કલાણા ગામમાં કોમ્બિંગની સાથેસાથે આરોપીઓને પકડ્યા

સાણંદના કલાણા ગામમાં થયેલ જૂથ અથડામણ મામલે ગામમાંથી 42 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. પોલીસે ડ્રોન સર્વેલન્સથી પથ્થરમારો કરનારાને પકડ્યા છે. ખેતરોમાં છુપાયેલ પથ્થરબાજોને ડ્રોનથી પોલીસે પકડી પાડ્યા છે. ગ્રામ્ય પોલીસ કલાણા ગામમાં કોમ્બિંગની સાથેસાથે આરોપીઓને પકડ્યા છે.

ગામના મોટાભાગના ઘરોમાં પોલીસ કાર્યવાહીના ડરથી ખંભાતી તાળા લાગી ગયા છે. સાણંદ GIDC પોલીસ બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. ગામમાં રહેલા સીસીટીવી આધારે પથ્થરબાજોની શોધખોળ શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર કોઈને પણ છોડવામાં નહી આવે તેમ અમદાવાદ ગ્રામ્ય SPએ જણાવ્યું છે. પથ્થરમારાથી ગામના મકાનોને ભારે નુકશાન થયું હોવાનું સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી છે. મહિલાઓ કામ અર્થે ગઈ હતી અને ઘરે આવતા ઘરના નળિયા અને દરવાજા તૂટેલા હતા. હાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

 

(7:15 PM IST)