<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

કાંકરેજમાં નકલી આર્મી જવાનનો પર્દાફાશ: આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી રૂ.2.98 લાખની ઠગાઈ : ધરપકડ

શિહોરીમાં આ વ્યક્તિએ પોતાને ભારતીય આર્મીના પેરાશૂટ જવાન તરીકે ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં નકલી આર્મી જવાનની ઠગાઈ સામે આવી છે. શિહોરીમાં આ વ્યક્તિએ પોતાને ભારતીય આર્મીના પેરાશૂટ જવાન તરીકે ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 2.98 લાખ રૂપિયા ઠગવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસને કાર્યવાહી હાથ ધરવી પડી અને નકલી આર્મી જવાનને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને સંભવિત અન્ય શિકારોની વિગતો મેળવવાની કોશિશ કરી રહી છે.

(7:18 PM IST)