News of Tuesday, 30th December 2025
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે એક વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવો વિક્રમ સર્જ્યો
સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા: આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ

અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ 500 ટ્રાન્સપ્લાન્ટમાં 367 પુરુષો અને 133 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક હોસ્પિટલની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. કિડની ઇન્સ્ટિટયૂટની આ કામગીરી આજે અંગ પ્રત્યારોપણના દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
