News of Tuesday, 30th December 2025
સાણંદના કલાના ગામે પથ્થરમારાની ઘટના :પોલીસે અંદાજે 30 લોકોની અટકાયત કરી
એક વર્ષ જૂની અદાવતમાં બંને જૂથ વચ્ચે અથડામણ થઈ. યુવકો વચ્ચે બાઈક અને સોશિયલ મીડિયા અંગે વિવાદ થયો હતો

અમદવાદ: સાણંદના કલાના ગામે પથ્થરમારાની ઘટના બાદ હાલ શાંતિ જોવા મળી રહી છે. પોલીસે અંદાજે 30 લોકોની અટકાયત કરી છે . એક વર્ષ જૂની અદાવતમાં બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી . યુવકો વચ્ચે બાઈક અને સોશિયલ મીડિયા અંગે વિવાદ થયો હતો. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો . બંને પક્ષોએ પથ્થરમારો કરતાં સામસામે ફરિયાદ નોંધાઈ છે . SP સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. પોલીસની ટીમે કોમ્બિંગ શરૂ કરી મામલો થાળે પાડ્યો હતો
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
