News of Tuesday, 30th December 2025
વાગેથા ગામની સીમમાં આંબલીના ઝાડ પર યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાગેથા ગામમાં એક યુવાને કોઈક કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે
મળતી માહિતી અનુસાર હરીલાલ ચુનીલાલભાઈ વસાવા (રહે. વાગેથા ગભાણ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આમલેથા પોલીસે માં જાણ કર્યા મુજબ મરનાર આશિષ કુમાર હસમુખભાઇ વસાવા ( ઉ.વ. ૨૨ ) (રહે.વાગેથા ગભાણ ફળીયું )એ તા.૨૯/૧૨/૨૦૨૫ ના સવારના કલાક ૦૬/૦૦ વાગ્યાથી ૦૯/૦૦ વાગ્યાના અરસામાં જે તે સમયે વાગેથા ગામની સીમમાં આંબલીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા આમલેથા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
