News of Tuesday, 30th December 2025
વડોદરાના સેવાભાવી સજ્જન રાજપીપલામાં જગાડે છે સેવાની ધૂણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: કહેવાય છે કે સેવાને કોઈ સીમાડા નથી હોતા આવી જ રીતે વડોદરાના સેવાભાવી સજ્જન મહેન્દ્રભાઈ વાડીલાલ કડિયાએ રાજપીપળામાં શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનને માર્ગદર્શન મદદ અને સહાય કરીને અન્નક્ષેત્રનું આયોજન કરાવ્યું હતું એ વાતને ત્રણ વર્ષ પૂર્ણ થવા આવ્યા અને સતત ત્રણ વર્ષથી તેઓ નાની-નાની બાબતોની કાળજી રાખીને સતત ખૂટતી વસ્તુઓને લાવવા માટે પ્રયત્નશીલ અને આયોજનબધ્ધ કાર્ય કરે છે તેમના માર્ગદર્શન નીચે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન અત્યારે તો બે અન્નક્ષેત્ર ચલાવે છે ટૂંક સમયમાં જ તેઓ ત્રીજું અન્નક્ષેત્ર પણ શરૂ કરવા જઈ રહ્યા છે જે ઉલ્લેખનીય છે . આમ વડોદરામાં બેસીને પણ રાજપીપલાનું સરસ મજાનું આયોજન કરતા આ વયોવૃદ્ધ વડીલ સજ્જનને રાજપીપળાની જનતા તરફથી ભારે પ્રતિસાદ મળે છે જે આનંદની વાત છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
