News of Tuesday, 30th December 2025
રાજપીપળા દરબાર રોડ સ્થિત પુસ્તકાલયના પ્રવેશદ્વાર પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
પુસ્તકાલયની દુર્દશા ટાઇટલથી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કારોબારી ચેરમેનની સૂચનાથી કામગીરી શરૂ થઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા દરબાર રોડ પર આવેલ પાલિકા હસ્તક ચાલતા પુસ્તકાલયની હાલ દુર્દશા જોવા મળી રહી છે, ત્યાં પાણીનાં બોરની કામગીરી કર્યા બાદ પ્રવેશમાં જ માટી અને પાણીના કારણે વાંચકોની તકલીફ વધી હોવાના અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ આજથી ત્યાંની કામગીરી શરૂ થઈ છે
રાજપીપળા નગરપાલિક હસ્તક કાર્યરત પુસ્તકાલયમાં મોટી સંખ્યામાં દિવસ રાત વાંચકો આવે છે, પોલીસ ભરતી, તલાટી જેવી સરકારી પરીક્ષાની તૈયારી માટે નિયમિત વાંચકો આવતા હોય છે પરંતુ પાલિકાના ખાડે ગયેલ વહીવટના કારણે ત્યાં વાંચવા આવતા વાંચકોને પુસ્તકાલયના પ્રવેશદ્વાર પર જ ગંદકીનો સામનો કરવો પડતો હતો તેનું કારણ લગભગ છ મહિના પહેલા ત્યાં પાણીનો બોર બગડતા નવા બોર માટે ખોદકામ કર્યું પરંતુ બોર બન્યા બાદ ત્યાં સરખું પુરાણ નહીં કરતાં ચારેબાજુ માટી ફેલાઈ જતા પુસ્તકાલયમાં વાંચકોને જવું આવવુ મુશ્કેલ બન્યું છે, કેમકે પ્રવેશદ્વાર પર જ માટી અને પાણી ભરાઈ રહેતા અંદર જતા આવતા વાંચકોને તકલીફ પડતી હતી, ઉપરાંત વાંચકોની અવર જવરથી પુસ્તકાલય માં ગંદકી થતી હતી જેના કારણે મચ્છર વધતા રોગચાળો ફેલાઈ તેવી દહેશત હોય આવા અહેવાલ અખબાર માં પ્રસિદ્ધ કર્યા બાદ પાલિકાના કારોબારી ચેરમેનના ધ્યાને આ બાબત આવતા તેમણે આ માટે કડક સૂચના આપતા પુસ્તકાલય પર કામગીરી શરૂ કરવામાં આવી છે
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
