News of Tuesday, 30th December 2025
મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો: એક જ દિવસમાં ડેરીમાં 45 લાખ લિટર દૂધની વિક્રમી આવક
ડેરીના ઈતિહાસમાં નોંધાયેલા આ વિક્રમી દૂધ સંપાદનને કારણે સહકારી ક્ષેત્રે નવો કિર્તીમાન સ્થાપિત થયો

મહેસાણાની દૂધસાગર ડેરીમાં દૂધની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ડેરીમાં 45 લાખ લિટર દૂધની આવક નોંધાઈ છે, જે છેલ્લા 65 વર્ષમાં સૌથી વધુ ગણાય છે. અગાઉ દૂધની આવક 30 થી 32 લાખ લિટર રહેતી હતી, જ્યારે હવે તેમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
ડેરીના ઈતિહાસમાં નોંધાયેલા આ વિક્રમી દૂધ સંપાદનને કારણે સહકારી ક્ષેત્રે નવો કિર્તીમાન સ્થાપિત થયો છે. દૂધની આવક વધતા સંચાલકો તેમજ પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવમાં સુધારો, પશુપાલકોને વીમા કવચ, વેટરનરી સેવાઓ અને સસ્તું તેમજ ગુણવત્તાયુક્ત પશુદાણ ઉપલબ્ધ થવાથી પશુપાલકોનો ડેરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે, જેના કારણે દૂધ સંપાદનમાં વધારો નોંધાયો છે. આ વૃદ્ધિને ડેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
