News of Tuesday, 30th December 2025
દાહોદ પાસે બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈએ પોલીસ પર કર્યો હુમલો:સ્ટેટ મોનિટરિંગ સેલનું ફાયરિંગ
એસએમસીની ગાડીમાં સીટબેલ્ટથી ચાલકને ગળેફાંસો આપવા પ્રયાસ કર્યો: જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી વાગી

દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર વિશ્નોઇ ગેંગના સાગીરતે પોલીસ ઉપર હુમલો કરતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વળતા જવાબમાં ફાયરિંગ કરતા બિશ્નોય ગેંગના સાગીરતને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ પોલીસ ઇજાગ્રસ્ત આરોપીને દાહોદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈને આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગીરત અશોક પુલવારામ બિશ્નોઇને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા આસામ ખાતેથી ધરપકડ કરી ગાંધીનગર સડક માર્ગે લઈને આવી રહ્યા હતા. દરમિયાન દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લિમડી પોલીસ મથકથી ત્રણ કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ઓચિંતા અશોક બિશ્નોઇએ એસએમસી ની ગાડી ચલાવી રહેલા ચાલક પર હુમલો કર્યો હતો અને ગાડીની સીટબેલ્ટ વડે ચાલકને ગળો ટૂંપો દઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન સ્ટેટ મોરેટરિંગ સેલ ની ટીમ દ્વારા વળતા જવાબમાં ફાયરિંગ કરતા આ ફાયરિંગમાં અશોક બિશ્નોઇના પગના ભાગે ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ સ્ટેટ મોડીટીંગ સેલ દ્વારા તાત્કાલિક દાહોદ પોલીસ નો સંપર્ક કર્યો હતો. દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એસએમસીની ટીમ ઇજાગ્રસ્ત આરોપીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર સાથે લઈને આવી હતી જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાથી દાહોદ પોલીસ દોડતી થઈ હતી બીજી તરફ દાહોદ થી ગાંધીનગર સુધી ફોન રણકતા જોવા મળ્યા હતા
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
