News of Wednesday, 31st December 2025
ગુજરાતમાં ‘માવઠા'ની એન્ટ્રી : પોરબંદર, દ્વારકા અને જામનગર પંથકમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત પヘમિ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ માવઠા રૂપી વરસાદી વિધ્ન શરૂ થતા ચિંંતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩૧: ગુજરાતમાં વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત પ?મિ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ માવઠા રૂપી વરસાદી વિધ્ન શરૂ થયું છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર પંથકમાં વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. આગામી કલાકોમાં આ માવઠું કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે. મહત્વની વાત એ છે કે, આ વરસાદી માહોલ આજે રાત્રિ દરમિયાન પણ યથાવત રહી શકે છે, જેના કારણે નૂતનવર્ષ ૨૦૨૬ની શરૂઆત પણ માવઠા સાથે થવાની શકયતા છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન ભેજનું પ્રામણ
અમદાવાદ ૧પ.૩ ડીગ્રી ૮૬ ટકા
અમરેલી ૧૩.૮ ડીગ્રી ૮૮ ટકા
બરોડા ૧પ.૪ ડીગ્રી ૮૪ ટકા
ભાવનગર ૧૬.૬ ડીગ્રી ૭૯ ટકા
ભુજ ૧૬.૬ ડીગ્રી ૮૪ ટકા
દમણ ૧૬.૦ ડીગ્રી ૮૮ ટકા
ડીસા ૧૪.૪ ડીગ્રી ૮૩ ટકા
દીવ ૧પ.પ ડીગ્રી ૭૯ ટકા
દ્વારકા ર૦.પ ડીગ્રી ૭પ ટકા
ગાંધીનગર ૧૩.૦ ડીગ્રી ૬૬ ટકા
કંડલા ૧૭.૩ ડીગ્રી ૯૦ ટકા
નલિયા ૧પ.૬ ડીગ્રી ૮૪ ટકા
ઓખા ર૦.૭ ડીગ્રી ૭પ ટકા
પોરબંદર ૧૪.પ ડીગ્રી ૭૭ ટકા
રાજકોટ ૧પ.૦ ડીગ્રી ૮૧ ટકા
વેરાવળ ૧૮.૬ ડીગ્રી ૭૬ ટકા
જામનગર ૧૬.૦ ડીગ્રી ૮૦ ટકા,
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
