<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સનાતન પરંપરાના રક્ષણ માટે સરકાર વિધાનસભામાં નીતિ વિષયક નિર્ણય કરે

અંબાજીના મુદ્દે વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું આવેદન : ભૂતકાળમાં પણ પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્‍તજનોને માંગણીને ધ્‍યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્‍યો હતોઃ હેમાંગ રાવલ

અંબાજીમાં દાંતા રાજ પરિવાર દ્વારા થતી આસોસુદ આઠમની પરંપરાગત પૂજા ચાલુ રાખવા વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર.

અંબાજી, તા. ૩૧: વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગઇકાલે ગુજરાત મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી, શ્રી અંબાજી માતા મંદિરમાં જુના દાંતા રાજ પરિવારના પરંપરાગત આસો સુદ-૮ ના પૂજા (પલ્લી/કરવઠું) અધિકારને યથાવત્‌ ચાલુ રાખવાની જોરદાર માંગ કરવામાં આવી હતી.

અંબાજી ખાતે વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે જણાવ્‍યું હતું કે, સનાતન હિંદુ ધર્મની આસ્‍થા અને પરંપરા કોઈ દાનમાં મળેલી નથી, પરંતુ સદીઓના ત્‍યાગ, બલિદાન અને સંઘર્ષથી ઊભી થયેલી છે. દાંતા રાજ પરિવાર દ્વારા વિક્રમ સંવત ૧૧૩૬થી વર્ષમાં માત્ર એક દિવસ આસો સુદ-૮ ના રોજ કરવામાં આવતી પૂજા પરંપરા પર રોક લગાવવો એ હિંદુ સમાજની ધાર્મિક સ્‍વતંત્રતા પર સીધો પ્રહાર છે. હેમાંગ રાવલે જણાવ્‍યું હતું કે, આ પૂજા પરંપરા દરમિયાન મંદિર કયારેય બંધ રહેતું નથી, સામાન્‍ય યાત્રિકોના દર્શન રોકાતા નથી અને જાહેર વ્‍યવસ્‍થા ભંગ થતી નથી. તેમ છતાં જો આવી શાંતિપૂર્ણ પરંપરાને રોકવામાં આવે છે તો એ સ્‍પષ્ટ કરે છે કે સનાતન ધર્મની બાબતોમાં પસંદગીયુક્‍ત રીતે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન કોઈપણ સંજોગોમાં સ્‍વીકારશે નહીં.

ભારતના બંધારણના અનુચ્‍છેદ ૨૫ અને ૨૬ હિંદુ સમાજને પોતાના ધર્મ અને પરંપરા પાલન કરવાનો પૂર્ણ અધિકાર આપે છે. દાંતા રાજ પરિવારની આસો સુદ-૮ ની પૂજા પરંપરા ÒEssential Religious PracticeÓ તરીકે માન્‍ય થવા યોગ્‍ય છે.

હેમાંગ રાવલે સ્‍પષ્ટ કર્યું હતું કે, વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આવનારી ગુજરાત  વિધાનસભામાં આ મુદ્દે નીતિગત અને સ્‍પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરે છે, જેથી ભવિષ્‍યમાં સનાતન હિંદુ ધર્મની પરંપરા, આસ્‍થા અને અનિવાર્ય ધાર્મિક પ્રથાઓમાં કોઈપણ ન્‍યાયિક કે પ્રશાસનિક વ્‍યવસ્‍થાનો દુરુપયોગ ન થાય. ભૂતકાળમાં પણ  પરંપરાગત મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો નિર્ણય તંત્ર અને સરકારે ભાવિક ભક્‍તજનોને માગણીને ધ્‍યાનમાં રાખીને પાછો ખેંચવો પડ્‍યો હતો. જો સનાતન ધર્મની પરંપરાઓનું રક્ષણ નહીં થાય તો હિંદુ સમાજ સંગઠિત થઈ લોકશાહી અને બંધારણની મર્યાદામાં રહી પોતાની આસ્‍થાના રક્ષણ માટે અવાજ ઉઠાવશે અને વર્લ્‍ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન આ લડતમાં અગ્રેસર ભૂમિકા ભજવશે. તેમ હેમાંગ રાવલે જણાવ્‍યું છે.

(2:34 PM IST)