તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 31st December 2025
વડોદરામાં પોલીસે ફરિયાદ નહિ નોંધતા ફિનાઈલ પી લીધું: હોસ્પિટલમાં પણ પોલીસે માર માર્યાનો આક્ષેપ
પોલીસે સ્ટેશનમાં ફરિયાદીને ડરાવી ધમકાવીને ફિનાઇલ પીવા ઉશ્કેર્યાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો

વડોદરાનુ મકરપુરામાં પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંજય ડાહ્યાભાઈ પરમાર નામના ઈસમે ફિનાઇલ પીધુ હતું, પોલીસે ફરિયાદ ના નોંધતા હોવાનો આક્ષેપ કરીને ફિનાઈલ પી લીધું. પોલીસે સ્ટેશનમાં ફરિયાદીને ડરાવી ધમકાવીને ફિનાઇલ પીવા ઉશ્કેર્યાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. એસએસજી હોસ્પિટલમાં પણ સારવાર દરમિયાન પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદીએ એસએસજી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવા પણ માંગ કરી છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
