<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજ્ય સરકારનો મોટો નિર્ણય: મોરબી તથા થાનગઢ- સુરેન્દ્રનગરના સિરામીક એકમોને અપાતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરાયો

રાજ્ય સરકાર દ્વારા આ ભાવ ઘટાડો આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે

ગાંધીનગર :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

 રાજ્ય સરકાર દ્વારા આ ભાવ ઘટાડો આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને પણ જાણ કરવામાં આવી છે.


 

(10:03 PM IST)