<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ગરુડેશ્વરની પિન્ટુલાલા વિદ્યામંદિર બોરિયાની ટીમ પહોંચી

તાલુકા જિલ્લાની સ્પર્ધાઓને પ્રથમ લાવી હવે રાજ્ય કક્ષાએ આજે ભાગ લેવા જશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજ્યમાં કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.જેમાં ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામની પિન્ટુલાલા વિદ્યામંદિરની ટીમ આદિવાસી લોક નૃત્યની કૃતિ લઈને પહોંચી હતી. તાલુકા જિલ્લાની સ્પર્ધાઓને પ્રથમ લાવી હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.
દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ 2025 -26માં પીન્ટુ લાલા વિદ્યામંદિર બોરીયા( શ્રી વાલ્મીકિ આશ્રમ ) ના વિદ્યાર્થીઓ લોક નૃત્યમાં પ્રથમ સ્થાન મેળવીરાજ્ય કક્ષામાં ભાગ લેશે, ગુજરાતના ચાર ઝોનમાંથી કુલ આઠ ટીમ હશે તેમાં નર્મદા જિલ્લાની ગરૂડેશ્વર તાલુકામાં આવેલી પીન્ટુ લાલા સ્કૂલના બાળકો લોકનૃત્યની કૃતિ રજૂ કરશે.વાલ્મિકી આશ્રમના સંત કમલાકર મહારાજના આશીર્વાદથી આચાયૅ યશપાલસિહ ગોહિલ અને સુપરવાઈઝર મહેશભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લોક નૃત્યની કૃતિ શિક્ષક પ્રકાશભાઈ તડવીએ કરાવી જે રાજ્યમાં પણ પ્રથમ નંબર લાવશે એવી સૌ એ શુભેચ્છાઓ આપી હતી.


 

(11:18 PM IST)