<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળામાં શોફટ સ્કિલ માર્ગદર્શનનો સેમીનાર યોજાયો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓના ભવિષ્યની કારકિર્દી પ્રત્યે સભાન પ્રમાણે પ્રયત્ન કરીને વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાય અને તેમને રોજગારી મળે તેવા મિશન સાથે કાર્યરત છે. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘરે તમને નોકરી મેળવવા માટે તેમને અરજી કેમ કરવી તેમનું રીઝયુમ અને સી.વી. કેવી રીતે બનાવવું તે જાણવું ઘણું જ અગત્યનું બની રહે છે. આ ઉપરાંત નોકરી મેળવવા કે અન્ય સ્થળે ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો કેવી રીતે ઇન્ટરવ્યૂ અપાય તે અંગે સમજ પૂરી પાડવા માટે તેમની સોફ્ટ સ્કીલ કેળવાય તે માટે કોલેજ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે. હાલમાં જ કોલેજના પ્રિન્સિપાલ ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ અને પ્રા ક્રિષ્નાબેન પટેલ તેમજ પ્રા કિંજલબેન ત્રિવેદી ના કન્વીનર પદે વર્ષૉ જૂની મોડલ કરિયર સેન્ટરના ટ્રેનર ઉર્વશી બેન અને ધ્રુવ ભાઈ કે જેઓ ઇન્ડસ્ટ્રી લેડ એમ્પ્લોયમેન્ટ ફેસિલિટીટી સેન્ટર દ્વારા કામ કરી રહ્યા છે તેઓ દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો હિતેશ ગાંધીએ નોકરી મેળવવા માટે રીઝયુમ અને ઇન્ટરવ્યૂમાં અભિવ્યક્તિનું મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. કાર્યક્રમના એક્સપર્ટ્સ ઉર્વશીબેન વાંસદિયા અને ધ્રુવભાઇ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને રિઝ્યુમે કઈ રીતે બનાવવું, ઇન્ટરવ્યૂ આપવા જોઈએ ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ અને કઈ રીતે પોતાની સ્કિલ્સ વધારી શકાય તે માટે ઉદાહરણ સહિત વિસ્તારથી માહિતી આપી હતી.  સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રા ક્રિશ્નાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

(11:28 PM IST)