તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 31st December 2025
આચાર્ય વિવેક ઋષિજી (પરિત્રન ગુરુકુલમના સ્થાપક) દ્વારા પ્રેરિત પદયાત્રા રાજપીપળા આવી પહોંચી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: તારીખ 25 ડિસેમ્બર 2025 થી 14 જાન્યુઆરી 2026 દરમિયાન સુરતથી મહાકાલેશ્વર નિકળેલી પદયાત્રા 31 ડિસેમ્બરે રાજપીપળા આવી પહોચતા રાજપીપળા ના સેવાભાવી યુવાન નિરજ પટેલે આચાર્ય વિવેક ઋષિજી નું પુષ્પગુચ્છ આપી સન્માન કરી પદયાત્રા ને આવકારી હતી.
આચાર્ય વિવેક ઋષિજીના જણાવ્યા મુજબ પદયાત્રાનો હેતુ પરંપરાગત ગુરુકુલ શિક્ષણની પુનઃસ્થાપના, સંસ્કારી અને આત્મનિર્ભર પેઢીનું નિર્માણ રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ, ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ,તેમજ મુખ્ય હેતુ માં,બાપ વિનાના બાળકોને નિશુલ્ક અભ્યાસ કરાવવા જેવા વિષયને લઈ પદયાત્રા નિકળી છે. જ્યારે દરેક ઘરમાં પાંચ પાંડવો હશે, ત્યારે હિન્દુ ધર્મ પર કોઈ આગ લાગશે નહીં.
રાજપીપળાના નિરજ પટેલએ આ બાબતે જણાવ્યું કે આચાર્ય વિવેક ઋષિજી દ્વારા નિકળેલી આ પદયાત્રાનો ખૂબ સરાહનીય હેતુ છે અને આ યાત્રાને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
