<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ગુજરાત પોલીસ બેડામાં નવા વર્ષની ભવ્ય શરૂઆત : ૨૦૧૭ બેચના ૨૮ આઈપીએસ અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ'માં બઢતી : જુઓ સંપૂર્ણ સૂચિ

ગૃહ વિભાગ દ્વારા ૧લી જાન્યુઆરીએ જારી કરાયું જાહેરનામું : અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના ડીસીપી સહિત વિવિધ જિલ્લાઓના એસપીને પે-મેટ્રિક્સ લેવલ-૧૨માં અપાયું પ્રમોશન - દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને મહેસાણા સહિતના જિલ્લાઓના પોલીસ વડાઓની યાદીમાં સમાવેશ

રાજકોટ, તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે જ રાજ્યના ૨૦૧૭ બેચના ૨૮ આઈપીએસ (IPS) અધિકારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યપાલના આદેશથી પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ તમામ અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ' (JAG) માં બઢતી આપવામાં આવી છે, જે અંતર્ગત તેઓ હવે પે-મેટ્રિક્સ લેવલ-૧૨ (રૂ. ૭૮,૮૦૦ - ૨,૦૯,૨૦૦) મુજબ પગાર ધોરણ મેળવવા પાત્ર થશે.
બઢતી મેળવનાર ૨૮ આઈપીએસ અધિકારીઓની યાદી અને વર્તમાન નિમણૂક:
સરકારી યાદી મુજબ નીચે મુજબના અધિકારીઓને બઢતીનો લાભ મળ્યો છે:
 * ડૉ. લવીના સિંહા: ડીસીપી (સાયબર ક્રાઈમ), અમદાવાદ શહેર.
 * સુશીલ અગ્રવાલ: એસપી, વડોદરા ગ્રામ્ય.
 * નિતેશ પાંડે: એસપી, ભાવનગર.
 * સાગર બાગમાર: એસપી, પૂર્વ-કચ્છ, ગાંધીધામ.
 * અભય સોની: એસપી (વેસ્ટર્ન રેલવે), વડોદરા.
 * મનોહરસિંહ એન. જાડેજા: એસપી, અરવલ્લી-મોડાસા.
 * તેજસકુમાર વી. પટેલ: એસપી (સીએમ અને વીઆઈપી સિક્યોરિટી), ગાંધીનગર.
 * રાહુલ બી. પટેલ: એસપી, નવસારી.
 * જયદીપસિંહ ડી. જાડેજા: એસપી, ગીર-સોમનાથ.
 * એન્ડ્રુઝ મેકવાન: ડીસીપી, ઝોન-૪, વડોદરા શહેર.
 * હિમાંશુ એલ. સોલંકી: એસપી, મહેસાણા.
 * વિજય જે. પટેલ: એસપી, ખેડા.
 * ભગીરથસિંહ યુ. જાડેજા: એસપી, પોરબંદર.
 * રાજેશ એચ. ગઢિયા: એસપી, સુરત ગ્રામ્ય.
 * પન્ના એમ. મોમાયા: ડીસીપી (ટ્રાફિક), સુરત શહેર.
 * રવિરાજસિંહ એસ. જાડેજા: એસપી, દાહોદ.
 * ડૉ. હર્ષદકુમાર કે. પટેલ: ડીસીપી, ઝોન-૧, અમદાવાદ શહેર.
 * મુકેશકુમાર એન. પટેલ: એસપી, મોરબી.
 * ચિંતન જે. તેરૈયા: એસપી, વાવ-થરાદ.
 * ભગીરથ ટી. ગઢવી: ડીસીપી, ઝોન-૬, અમદાવાદ શહેર.
 * ઉમેશકુમાર આર. પટેલ: એસપી (ઇન્ટેલિજન્સ), વડોદરા.
 * ડૉ. રાજદીપસિંહ એન. ઝાલા: એસપી (સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ), ગાંધીનગર.
 * ડૉ. હરપાલસિંહ એમ. જાડેજા: ડીસીપી (ટ્રાફિક), રાજકોટ શહેર.
 * હરેશભાઈ દુધાત: એસપી, ગોધરા-પંચમહાલ.
 * કિશોરભાઈ એફ. બલોલિયા: એસપી (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર.
 * જયરાજસિંહ વી. વાળા: એસપી, દેવભૂમિ દ્વારકા.
 * પિનાકીન એસ. પરમાર: કમાન્ડન્ટ, એસઆરપીએફ ગ્રુપ-૬, મુડેટી.
 * ઋષિકેશ બી. ઉપાધ્યાય: ડીસીપી (ટ્રાફિક), વડોદરા શહેર.
આ બઢતીમાં ચોક્કસ અધિકારીઓ માટે શરત મૂકવામાં આવી છે કે તેઓએ આગામી એક વર્ષમાં MCTP-III તાલીમ પૂર્ણ કરવાની રહેશે. નવા વર્ષે સરકારે કરેલી આ જાહેરાતથી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:44 AM IST)