<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

નવા વર્ષમાં ગુજરાત પોલીસ બેડામાં ૨૦૧૩ બેચના ૭ આઈપીએસ અધિકારીઓને 'સિલેક્શન ગ્રેડ'માં બઢતીની ભેટ

ગૃહ વિભાગ દ્વારા ૧લી જાન્યુઆરીએ જારી કરાયું જાહેરનામું : અમદાવાદના ડીસીપી રાહુલ ત્રિપાઠી અને હિમકર સિંહ સહિતના અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૩માં અપાયું પ્રોમોશન - વડોદરા જેલ સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડા અને એસએમસીના વડા એમ. જે. ચાવડાને પણ ઉચ્ચ પગાર ધોરણનો લાભ

રાજકોટ, તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વના ફેરફાર કરતા ૨૦૧૩ બેચના ૭ આઈપીએસ (IPS) અધિકારીઓને 'સિલેક્શન ગ્રેડ'માં બઢતી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યપાલના આદેશ અનુસાર પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, આ અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૩ (રૂ. ૧,૨૩,૧૦૦ - ૨,૧૫,૯૦૦) નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે.
બઢતી મેળવનાર ૭ આઈપીએસ અધિકારીઓની વિગતવાર યાદી:
સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ નીચે મુજબના અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં સ્થાન મળ્યું છે:
 * રાહુલ ત્રિપાઠી: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર.
 * હિમકર સિંહ: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર.
 * રોહન આનંદ: સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઈકોનોમિક ઓફેન્સ વિંગ), સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર.
 * યશપાલ ધીરજભાઈ જગાણીયા: સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (વેસ્ટર્ન રેલવે), અમદાવાદ.
 * મનીષ સિંહ: તેઓ હાલ કેન્દ્રીય ડેપ્યુટેશન પર એસપી (BPR & D), નવી દિલ્હી તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમને પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે.
 * એમ. જે. ચાવડા: સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર.
 * શ્રીમતી ઉષા બી. રાડા: સુપ્રિટેન્ડન્ટ, મધ્યસ્થ જેલ, વડોદરા.
ગૃહ વિભાગના આદેશ મુજબ આ બઢતી ૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલી બનશે. નવા વર્ષના પ્રથમ દિવસે જ આ જાહેરાત થતા પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સંબંધિત કચેરીઓને પણ જરૂરી જાણ કરી દેવામાં આવી છે.

(1:42 AM IST)