News of Thursday, 1st January 2026
૧૫ દિવસમાં ૬ લાખ પ્રવાસીઓઃ SoUની મુલાકાતે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશનઃ દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટયાં : સામાન્ય રીતે રોજના સરેરાશ ૧૦ થી ૧૫ હજાર પ્રવાસીઓ આવતા હોય છેઃ ક્રિસમસ-યર એન્ડિંગને કારણે પ્રવાસીઓનો ધસારો

ધૂપછાવ ભર્યા વાતાવરણમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ લ્બ્શ્ જોવા ઊમટી પડયાં જે તસવીરમાં જણાય છે.
કેવડિયાકોલોની,તા.૦૧: ક્રિસમસ વેકેશનમાં લોકો પર્યટન સ્થળ ઉપર ફરવા જવાનો વધુ આગ્રહ રાખે છે. ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં હવે નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પણ સમાવેશ થાય છે. દેશ વિદેશના પ્રવાસીઓના લિસ્ટમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જોવા માટેનું પણ ખાસ સ્થાન હોય છે. જેના પગલે આ વર્ષે ડિસેમ્બર અંતમાં આશરે ૬ લાખ કરતા વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮નાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું. ત્યારબાદ દિન પ્રતિદિન સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. સામાન્ય રીતે વર્ષ દરમિયાન રોજ સરેરાશ ૧૦ થી ૧૫ હજાર પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનાના છેલ્લાં ૧૫ દિવસમાં પ્રવાસીઓનો ધસારો એટલો વધી ગયો કે હોટેલો અને હોમ સ્ટેમાં રૂમ ખૂટી પડયાં છે.
છેલ્લા ૧૫ દિવસમાં ૬ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઊમટી પડયાં હતા ત્યારે રજામાં દિવસોમાં આ આંકડો રોજ એવરેજ ૫૦ થી ૭૦ હજારનો થઈ જતો હતો આમ દિન પ્રતિદિન સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બની રહ્યું છે ત્યારે એકતાનગરમાં પ્રવાસીઓને રહેવા જમવાની સુવિધા ખાસ કરીને હોટેલ્સ અને હોમ સ્ટેનો વધારો કરવામાં આવે તો પણ જરૂરી બન્યો છે.(૪૦.૧૬)
આ કારણોથી SOUમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપુર વિસ્તાર છે.ઉપરાંત એકતાનગર રેલવે સ્ટેશન બનવાના કારણે અમદાવાદ, વડોદરા મુંબઈ દિલ્હી,તેમજ દેશના અલગ અલગ ખૂણેથી રેલ કનેક્ટિવિટી મળી છે. આ ઉપરાંત પ્રવાસીઓને રહેવા માટે અહીંયા અલગ અલગ હોટેલ, ટેન્ટસિટી તો છે જ સાથે સાથે સ્થાનિક આદિવાસી ઘરોમાં હોમ સ્ટે છે જેમાં પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી કલ્ચર અને આદિવાસી ફૂડનો અનુભવ મળે છે. આ ઉપરાંત ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફિટંગ, ક્રુઝ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા આરતી, જેવા આકર્ષણ તો ખરા જ.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
