News of Thursday, 1st January 2026
એસટીમાં ભાડા વધારો થતા રાજકોટથી અમદાવાદ સહિત ૧૪ શહેરોમાં ર રૂા. થી માંડી રર રૂા. સુધીનો વધારોઃ વોલ્વોના રૂા. પ૬૩
જુનાગઢના ૧ર૩, પોરબંદરના ૧૭૬, સોમનાથ-૧૮પ, જામનગર માટે ૪ રૂા.નો ડામ... : મહુવા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-વડોદરા-ગોંડલ-જસદણ-નાથદ્વારા-દીવ માટે રૂા. ૪ થી રર વધારે ચૂકવવા પડશે

રાજકોટ તા. ૧ :.. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજથી એસટી બસોના ભાડામાં ત્રણ ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. દૈનિક મુસાફરી કરતા ર૭ લાખ મુસાફરોને તેની અસર થશે. નવ કિ. મી. સુધી મુસાફરી કરનાર મુસાફરો ઉપર કોઇ ભાડા વધારો લાગુ નહીં પડે. ૧૦ થી ૬૦ કિ. મી. સુધી મુસાફરી કરનારા મુસાફરોને એક રૂપિયાનો ભાડા વધારો લાગુ પડશે. લાંબા અંતરનાં રૂટો પર મહત્તમ ૧૦ થી ૧ર રૂપિયા જેટલો ભાડા વધારો થઇ જશે.
રાજયમાં દૈનિક ધોરણે એસટીની કુલ ૮,૦૦૦ થી વધુ બસો દોડે છે. જે રોજનું ૩ર લાખ કિ. મી. અંતર કાપીને ર૭ લાખ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડે છે.
રાજકોટની વિગત જોઇએ તો, અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટથી ૧૪ શહેરો અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, સોમનાથ, જામનગર, મહુવા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, ગોંડલ, જસદણ, નાથદ્વારા-દીવ કે, જેમાં મહકામ ટ્રાફીક રહે છે, તે શહેરોના એકસપ્રેસ, ગુર્જરનગરી, લકઝરી, સ્લિપર બસ, સ્લિપર બસ, વોલ્વો, એસ. સી. કોચ, ઇલેકટ્રીક બસોના ભાડામાં રૂા. ર થી માંડી રૂા. રર નો વધારો થયો છે, રાજકોટ-અમદાવાદ વોલ્વો બસનું ભાડૂ હવે આજથી પ૪૬ ને બદલે પ૬૩ દેવુ પડશે, આવી રીતે અન્ય બસોના ભાડા પણ વધ્યા છે, એસટીને રોજની આવકમાં રર લાખનો વધારો થશે. (પ-
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
