News of Thursday, 1st January 2026
નરસિંહમાં કોમાર, રાજકુમાર પાંડિયન અને પ્રફુલકુમાર રોશનને ડીજીપી પદે બઢતી
જામનગરના પૂર્વ એસપી અને હાલ અમદાવાદ એડિશનલ સીપી ને જોઇન્ટ સીપી તરીકે બઢતી, રાજકોટના પૂર્વ ડીસીપી સુધીર કુમાર દેસાઈ, બલરામ મીના, ડો.કરણરાજ વાઘેલા અને સજ્જનસિંહ પરમારને ડીઆઈજી લેવલે મુળ સ્થાન પર બઢતી Ips પ્રમોશન ias મુકાબલે મોડા થાય છે તેવી ફરિયાદ નવા વર્ષથી ગળહમંત્રીએ દૂર કરી...જોકે પોસ્ટિંગ અને પગાર વગર બેઠેલા ૧૦ સિનિયર ipsને હજુ રાહ જોવી પડશે..વાયબ્રન્ટ સુધી ભૂલી જવું પડશે

રાજકોટઃ તા. રાજ્ય પોલીસ તંત્ર અને ખાસ કરી ips લેવલ પર હંમેશા ફરિયાદ રહી છે કે ias કેડરને જે ઝડપથી પ્રમોશન મળે છે તેના મુકાબલે ips કેડરમાં આ પ્રકિયા ખૂબ ધીમી રહે છે, આ ફરિયાદ નવા વર્ષથી દૂર કરવી હોય તેમ ૫ સિનિયર IAS પ્રમોશન સાથે ips લેવલે પણ બઢતી આપી દેવામાં આવી છે, એ અલગ બાબત છે કે, આ બઢતી મૂળ સ્થાને આપવામાં આવી છે, એડી ડીજી લેવલે નામ અને એસપી લેવલે ચોક્કસ નામ સાથે તુર્ત બઢતી આપવા વિચારણા શરૂ થયેલ છે તેવો અહેવાલ અકિલા દ્વારા બે દિવસ અગાઉ પ્રસિદ્ધ થયેલ જેને મંજૂરીની મોહર લાગી છે
વડોદરા પોલીસ કમિશનરને ડી.જી.પી. ગ્રેડ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા એન. કોમરને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડી.જી.પી.) ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. સરકાર દ્વારા વડોદરા પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને તેમને ત્યાં જ ચાલુ રાખવામાં આવ્યા છે.
અન્ય મહત્વની બઢતીઓ
ડો. પ્રફુલ્લ કુમાર રોશનઃ રાજકોટ ખાતેના આર્મડ યુનિટ્સના વડાને ડી.જી.પી. ગ્રેડમાં પ્રમોશન.
ડો. એસ. પાંડિયા રાજકુમારઃ કાયદો અને વ્યવસ્થા (લો એન્ડ ઓર્ડર) સંભાળતા એડિશનલ ડી.જી.પી.ને હવે ડી.જી.પી. (લો એન્ડ ઓર્ડર) તરીકે બઢતી અપાઈ છે.
શ્રી નીરજ કુમાર બડગુજરઃ અમદાવાદ શહેર (સેક્ટર-૧)ના એડિશનલ પોલીસ કમિશનરને પ્રમોશન આપીને હવે જોઈન્ટ પોલીસ કમિશનર (જે.સી.પી.) ગ્રેડ આપવામાં આવ્યો છે.
આ અધિકારીઓને ડી.આઈ.જી. બનાવાયા
સરકારે એસ.પી. કક્ષાના અધિકારીઓને બઢતી આપીને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડી.આઈ.જી.) બનાવ્યા છે, જેમાં નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ડો. સુધીરકુમાર જે. દેસાઈ (ઈન્ટેલિજન્સ), શ્રી બલરામ મીણા (રાજ્યપાલશ્રીના એ.ડી.સી.), ડો. કરણરાજ વાઘેલા (સુરત ઈકોનોમિક વિંગ), શ્રી એસ. વી. પરમાર (એસ.આર.પી.એફ., મહેસાણા), શ્રી એ. એમ. મુનિયા (એસ.આર.પી.એફ., ગોધરા)
આ ઉપરાંત કેન્દ્રમાં અને અન્ય રાજ્યોમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓ જેવા કે શ્રીમતી સારા રિઝવી (જમ્મુ-કાશ્મીર), શ્રીમતી શોભા ભૂતડા અને શ્રી ઙ્કદીપ શેજુળ (આઈ.બી., નવી દિલ્હી) તેમજ ડો. વિપુલ અગ્રવાલ અને શ્રી સૌરભ સિંહને પણ પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યા છે.(૪૦.૨૬)
રાજકોટના ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા, કચ્છ પૂર્વેના સાગર બાગમાર, દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળા સહિત ૨૮ અધિકારીઓને સિલેક્સન ગ્રેડ અપાયો
વર્ષ ૨૦૧૭ની બેચના ૨૮ અધિકારીઓને આ ગ્રેડ મળ્યો છે. આ એ અધિકારીઓ છે જે હાલમાં જિલ્લાઓમાં એસ.પી. તરીકે અથવા શહેરોમાં ડી.સી.પી. તરીકે મહત્વની ફરજ બજાવી રહ્યા છે. યાદીમાં સામેલ કેટલાક પ્રમુખ નામો નીચે મુજબ છે. અમદાવાદઃ ડો. લવિના સિન્હા (સાયબર ક્રાઈમ), ડો. હર્ષદકુમાર પટેલ (ઝોન-૧), ભગીરથ ગઢવી (ઝોન-૬). રાજકોટઃ ડો.હરપાલસિંહ જાડેજા (ડી.સી.પી. ટ્રાફિક). અન્ય જિલ્લાઓઃ સુશીલ અગ્રવાલ (વડોદરા ગ્રામ્ય), સાગર બાગમાર (પૂર્વ કચ્છ), મનોહરસિંહ જાડેજા (અરવલ્લી), જયદીપસિંહ જાડેજા (ગીર સોમનાથ), હિમાંશુ સોલંકી (મહેસાણા), વિજય પટેલ (ખેડા), ભગીરથસિંહ જાડેજા (પોરબંદર), રાજેશ ગઢિયા (સુરત ગ્રામ્ય), રવિરાજસિંહ જાડેજા (દાહોદ), જયરાજસિંહ વાળા (દેવભૂમિ દ્વારકા).
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
